Last Updated on by Sampurna Samachar
IRS અધિકારીની IIT ગ્રેજ્યુએટ દીકરી પર દુષ્કર્મ બાદ મોબાઈલ ચાર્જરથી હત્યા
પોલીસના જણાવ્યા મુજબ આરોપીની પૂછપરછ કરતી વખતે અધિકારીઓ પણ તેની ક્રૂરતા સાંભળીને ચોંકી ઉઠ્યા હતા.
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિલ્હીના અમર કોલોની વિસ્તારમાં એક સિનિયર IRS અધિકારીની દીકરીની હત્યાના કેસમાં ધરપકડકરાયેલા આરોપી રાહુલ મીણાની પૂછપરછમાં ચોંકાવનારા અને રૂંવાડા ઉભા કરી દે તેવા ખુલાસા થયા છે. ૨૨ એપ્રિલના રોજ દ્વારકાથી ઝડપાયેલા આ નરાધમે પોલીસ સામે કબૂલાત કરી છે કે તેણે કેવી રીતે આખી યોજનાબનાવીને આ દરિંદગીને અંજામ આપ્યો હતો.

આરોપી રાહુલ આ પરિવારની ગતિવિધિઓથી પૂરેપૂરો વાકેફ હતો. તેને ખબર હતી કે, યુવતીના માતા–પિતાસવારે જિમ જાય છે અને ઘરમાં કયા લોક કેવી રીતે ખુલે છે. ૨૧મી એપ્રિલે રાજસ્થાનના અલવરમાં એક પરિણીત મહિલા પર બળાત્કાર ગુજારીને ભાગેલો રાહુલ ૨૨ મીએ સવારે દિલ્હી પહોંચ્યો હતો. તે સીધો જ ઘરની છત પર આવેલા યુવતીના સ્ટડી રૂમમાં ઘુસી ગયો હતો.
યુવતી લોહી લુહાણ હાલતમાં બેભાન થઈ
૧૨માં ધોરણમાં ઓલ ઈન્ડિયા ટોપર રહેલી અને હાલ યુપીએસસીની તૈયારી કરી રહેલી દીકરી સવારે વહેલા ઉઠીને અભ્યાસ કરી રહી હતી. રાહુલે રૂમમાં ઘુસીને તેનું ગળું દબાવવાની કોશિશ કરી. જ્યારે યુવતીએ પ્રતિકાર કર્યો, ત્યારે રાહુલે પાસે પડેલા લેમ્પ અને ભારે વસ્તુથી તેના માથા પર હુમલો કર્યો. હુમલાને કારણે યુવતી લોહી લુહાણ હાલતમાં બેભાન થઈ ગઈ હતી.
નરાધમની દરિંદગી અહીં જ ન અટકી. બેભાન હાલતમાં રહેલી યુવતી પર તેણે બળાત્કાર ગુજાર્યો અનેત્યારબાદ મોબાઈલ ચાર્જરના કેબલથી તેનું ગળું દબાવીને હત્યા કરી નાખી. પોલીસના જણાવ્યા મુજબ, આરોપીની પૂછપરછ કરતી વખતે અધિકારીઓ પણ તેની ક્રૂરતા સાંભળીને ચોંકી ઉઠ્યા હતા.
હત્યા બાદ રાહુલે ઘરમાં લૂંટ ચલાવવાની યોજના બનાવી હતી. ઘરનું લોકર થમ્બ ઇમ્પ્રેશનથી ખૂલતું હોવાથી, રાહુલ આ મૃત યુવતીની લાશને ઉપરના સ્ટડી રૂમમાંથી ઘસડીને નીચેના રૂમ સુધી લાવ્યો. લોહીથી લથબથયુવતીની આંગળી લોકર પર લગાવી, પરંતુ લોહી જામી જવાને કારણે કે બ્લડ સર્ક્યુલેશન બંધ થવાને કારણેલોકર ખુલ્યું નહીં. આખરે તેણે સ્ક્રુ ડ્રાઇવરની મદદથી લોકર તોડ્યું અને રોકડ તથા દાગીના બેગમાં ભરી લીધા.
લૂંટ અને હત્યા બાદ તેના કપડાં પર લોહીના ડાઘા લાગ્યા હતા, તેથી તેણે ઘરમાં જ પડેલા યુવતીના ભાઈના પેન્ટઅને ચપ્પલ પહેરી લીધા અને પોતાના કપડાં ત્યાં જ છોડીને ફરાર થઈ ગયો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, રાહુલ મીણા ઓનલાઈન ગેમ ૩ પત્તી રમવાનો શોખીન હતો. આ રમત દ્વારાપૈસા કમાતો હતો. તે ગેમમાંથી જીતેલા પૈસાથી દેહવિક્રય કરતી યુવતીઓ સાથે સંબંધ રાખતો હતો. આવિકૃતિએ તેને એટલો હિંસક બનાવી દીધો હતો કે, દિલ્હીમાં આ ઘટનાને અંજામ આપ્યાના એક દિવસ પહેલાજ તેણે અલવરમાં એક મહિલા સાથે પણ ક્રુરતા આચરી હતી.
મૃતક યુવતી ભણવામાં અત્યંત તેજસ્વી હતી. તેના માતા–પિતાએ જ તેને સવારે વહેલા ઉઠીને વાંચવાની સલાહઆપી હતી અને તેના અભ્યાસના પ્રથમ દિવસે જ આ દુર્ઘટના ઘટી. હાલ પોલીસ રાહુલને રિમાન્ડ પર લઈનેઘટનાસ્થળે લઈ જવાની અને અન્ય પુરાવા એકઠા કરવાની પ્રક્રિયા કરી રહી છે.