Last Updated on by Sampurna Samachar
પ્રેમ સબંધમાં મામા વચ્ચે આવતા હત્યાનો પ્લાન ઘડ્યો
આ મામલામાં પોલીસે ૨ લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તર પ્રદેશના બિઝનૌરમાંથી એક સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે. અહીં ભાણેજે મામી સાથે પ્રેમ સબંધમાં મામાને મોતને ઘાટ ઉતારી દેવાનો ચકચારી કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
હકીકતમાં જોઈએ તો, મામા સઉદીથી પરત આવ્યા બાદ બિઝનૌરમાં રહીને કામકાજ શરૂ કરી દીધુ હતું. જે કારણે મામી અને ભાણેજને મળવામાં મુશ્કેલી પડતી હોઇ ભાણેજે પોતાના મિત્રો સાથે મળીને મામા ફારુખની પતાવી દેવાનુ કાવતરુ ઘડ્યુ હતું. ત્યારે અસરગઢપુરના જંગલમાં મળેલા મૃતદેહની તલાશી લીધા બાદ ચોંકાવનારા ખુલાસા થયા છે. આ મામલામાં પોલીસે ૨ લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો છે. તેમજ પોલીસે મૃતકની પત્ની સાથે પૂછપરછ હાથ ધરી છે.
ગામમાં લાગેલા CCTV ફૂટેજમાં દેખાયા હત્યારા
મળતી માહિતી મુજબ અસગઢપુર ગામના જંગલમાં માલન નદીના કાંઠે બાઈક પર સવાર થઈને ૨ લોકો પહોંચ્યા હતા. આ બંને યુવકોએ એક યુવકને ગોળી મારીને હત્યા કરી નાખી હતી અને પછી ભાગી ગયા હતા. બાદમાં મરનારની ઓળખાણ ૩૫ વર્ષના ફારુખ ઢોલકિયાન વિસ્તારના રહેવાસી તરીકે થઈ હતી.
કહેવાય છે કે મૃતકની પત્નીના સંબંધ ભાણેજ સાથે હતા. તેના કારણે આ હત્યાકાંડને અંજામ આપ્યો. ફરી એક વાર મેરઠ જેવા હત્યાકાંડના કારણે યૂપીમાં હાહાકાર મચી ગયો છે. બંને આરોપી ફારુખને બાઈક પર બેસાડીને લઈ ગયા હતા. પહેલા મેહરબાને તમંચાથી ગોળી મારી, પણ નિશાન લાગ્યું નહીં. ગોળી હાથને ટચ કરીને નીકળી ગઈ.. ત્યાર બાદ તમંચો ઉમરે લીધો અને બે ગોળી ચલાવી.
જો ફારુખની પીઠમાં જઈને વાગી. તેની સાથે જ પથ્થર મારીને તેનું માથું કચડી નાખ્યું. કોસગઢપુરના જંગલમાં માલન નદીના કાંઠે લાશ પડેલી મળી હતી. હત્યારા સિલ્વર રંગની બાઈકથી ભાગ્યા હતા. પોલીસ પાસે ગામમાં લાગેલા CCTV ફૂટેજમાં બંને આરોપી બાઈકથી જતા દેખાયા. ફૂટેજ લોકોને દેખાડ્યા તો એક ગ્રામીણે ઓળખ લીધી કે એક આરોપી જિમમાં જાય છે.
મૃતકની ઓળખ કર્યા બાદ તેના ભાઈ નઈમે રિપોર્ટ નોંધાવ્યો. તેમાં મેહરબાન અને ઉમરને નામજોગ કરાયા છે. આરોપી કિરતપુરના અફગાનાનના રહેવાસી છે. શરૂઆતી તપાસમાં સામે આવ્યું છે કે, હત્યાનો પ્લાન બનાવવા માટે પાંચ દિવસ પહેલા જ તમંચો ખરીદ્યો હતો. ફારુખ પહેલા સઉદી અરબમાં રહીને કામ કરતો હતો. જ્યાંથી પૈસા કમાયા બાદ તે પોતાના ઘર કિરતપુર પાછો આવી ગયો. અહીં આવીને છોટા હાથી વાહન ખરીદ્યું અને તેને ચલાવીને ઘરનું ગુજરાન ચલાવતો.
ફારુખે ફરીથી સઉદી નહીં જવાની વાત કરતા મેહરબાનને વાત ગોઠી નહીં. તેના સંબંધ પોતાની મામી એટલે કે ફારુખની પત્ની સાથે હતા. આ સંબંધમાં મામા આડા આવી રહ્યા હતા. આરોપી મેહરબાન ગામડે ગામડે જઈને કપડાંની ફેરી લગાવતો હતો. આરોપી મેહરબાન મૃતકની બહેનનો દીકરો છે.