Last Updated on by Sampurna Samachar
શંકાસ્પદ વ્યક્તિને કસ્ટડીમાં લઇ પૂછપરછ કરી
એરપોર્ટ અને આર્ટ ઓફ લિવિંગ સેન્ટર પાસે ધડાકા થઈ શકે તેમ કહ્યું હતુ
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બેંગલુરુ મુલાકાત દરમિયાન સુરક્ષા વ્યવસ્થામાં બેકાળજી દેખાઇ હતી. વાત કરીએ તો વડાપ્રધાન મોદીના રૂટ પાસે જીલેટિનની સ્ટીક્સ મળી આવતા હડકંપ મચ્યો હતો. આ અત્યંત વિસ્ફોટક હોય છે. આ ઘટના બેંગલુરુના બહારના વિસ્તાર કનકપુરા રોડની છે, જ્યાંથી વડાપ્રધાન એક કાર્યક્રમમાં સામેલ થવા માટે પસાર થવાના હતા.

પોલીસે આ મામલે તરત જ એક્શન લેતા એક શંકાસ્પદ વ્યક્તિને કસ્ટડીમાં લીધો છે, જેની ગુપ્ત સ્થળે પૂછપરછ કરવામાં આવી રહી છે. આ જપ્તી બાદ સુરક્ષા એજન્સીઓએ સમગ્ર વિસ્તારની ઘેરાબંદી કરી દીધી અને વડાપ્રધાનના રૂટની સુરક્ષા વધુ કડક બનાવી દેવામાં આવી છે.
એક મોટો સંભવિત ખતરો ટળી ગયો
ઉલ્લેખનીય છે કે બેંગલુરુના કગ્ગલીપુરા વિસ્તાર પાસે થાથાગુનીમાં સુરક્ષા તપાસ દરમિયાન પોલીસને જીલેટિનની સ્ટીક્સ મળી આવી હતી. આ સ્થળ ‘આર્ટ ઓફ લિવિંગ’ કેન્દ્ર તરફ જતા માર્ગની અત્યંત નજીક છે, જ્યાં વડાપ્રધાનનો કાર્યક્રમ નક્કી હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, જીલેટિન સ્ટિક્સ એક પુલ પાસે કમ્પાઉન્ડ વોલની કિનારે ફેંકવામાં આવી હતી. જેવી વિસ્ફોટક મળવાની માહિતી મળી, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડને ઘટનાસ્થળે બોલાવવામાં આવ્યા હતા.
શરૂઆતી તપાસમાં એ સ્પષ્ટ થયું કે, વિસ્ફોટક સામગ્રી વડાપ્રધાનના કાફલાના પસાર થતા પહેલા જ મળી ગઈ હતી, જેનાથી એક મોટો સંભવિત ખતરો ટળી ગયો હતો. આ આખા ઘટનાક્રમની શરૂઆત ત્યારે થઈ જ્યારે એક અજ્ઞાત વ્યક્તિએ વહેલી સવારે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો હતો.
શંકાસ્પદે પોલીસને ચેતવણી આપી કે, એરપોર્ટ અને આર્ટ ઓફ લિવિંગ સેન્ટર પાસે ધડાકા થઈ શકે છે. આ ધમકીભર્યા કોલ બાદ સુરક્ષા એજન્સીઓ તરત જ સક્રિય થઈ અને જણાવેલા સ્થળો પર સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. જોકે, એરપોર્ટ પાસે કંઈ પણ શંકાસ્પદ મળ્યું નહીં, પરંતુ કનકપુરા રોડ પર જીલેટિન સ્ટિક્સ મળી આવ્યા બાદ પોલીસે મોબાઈલ લોકેશનના આધારે શંકાસ્પદને કોરામંગલા વિસ્તારના એક ઘરમાંથી ઝડપી લીધો હતો.
પકડાયેલા વ્યક્તિની પૂછપરછ દરમિયાન ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. તપાસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ વ્યક્તિએ પહેલા પણ બેંગલુરુમાં ફૈંઁ મુલાકાતો દરમિયાન આ પ્રકારના ધમકીભર્યા કોલ કર્યા હતા.
પાછલા કિસ્સાઓમાં, પોલીસે તેને કસ્ટડીમાં લીધો હતો, પરંતુ તેની માનસિક સ્થિતિ ઠીક ન હોવાને કારણે તેને ચેતવણી આપીને છોડી દેવામાં આવ્યો હતો. જોકે, આ વખતે મામલો વધુ ગંભીર છે કારણ કે માત્ર ધમકી નહોતી આપવામાં આવી, પરંતુ વાસ્તવિક વિસ્ફોટક સામગ્રી પણ મળી આવી છે.
પોલીસ હવે એ વાતની તપાસ કરી રહી છે કે શું તે કોઈના ઈશારે કામ કરી રહ્યો હતો કે પછી આ તેની અંગત હરકત હતી. પોલીસના વરિષ્ઠ અધિકારીઓ, જેમાં ડ્ઢઝ્રઁ સ્તરના અધિકારીઓ સામેલ છે, હાલમાં શંકાસ્પદ અને તેના માતા-પિતાની પૂછપરછ કરી રહ્યા છે. તપાસનું મુખ્ય કેન્દ્ર એ છે કે તે વ્યક્તિ પાસે જીલેટિન સ્ટિક્સ ક્યાંથી આવી અને તેને ત્યાં રાખવા પાછળનો અસલી હેતુ શું હતો.
પોલીસ આ પાસા પર પણ ધ્યાન આપી રહી છે કે, શું આ આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના વિરોધીઓનું કોઈ કાવતરું તો નથી ને. અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે, તેઓ આ મામલાને હળવાશથી નથી લઈ રહ્યા અને વિસ્ફોટકની સપ્લાય કરનારા નેટવર્કની ભાળ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેથી ભવિષ્યમાં આવી કોઈ પણ ચૂક રોકી શકાય.