રાજકોટમાં ભીષણ ગરમીનો પ્રકોપ યથાવત

Share this Article:

Last Updated on by Sampurna Samachar

આકરા તાપ અને લૂ ને પગલે શહેરમાં લોકડાઉન જેવી સ્થિત

બપોરે તાપમાનનો પારો સડસડાટ ઉંચકાયો હતો. આકરા તાપ અને લૂ ને પગલે જનજીવન પ્રભાવિત થયું

(સંપૂર્ણ સમાચાર સેવા)​

એપ્રિલ મહિનો ફરી ગરમ મહિનો બન્યો હોય તેમ એક દિવસની રાહત પછી ફરી સુર્યનારાયણ કાળઝાળ બન્યાછે.ગઈકાલે જુનાગઢ અને રાજકોટમાં ગરમીનો પારો ૪૨ ડિગ્રીને આંબી જતા શહેરીજનો ગરમીથી ત્રસ્ત બન્યા હતા.બપોરે ગરમાગરમ લુથી જનજીવન પ્રભાવીત થયું છે.

 રાજકોટ, વેરાવળ, પોરબંદર, દીવ, કંડલા સહિતના શહેરોમાં ભેજનું પ્રમાણ વધતા વિસ્તારમાં ઠંડકનો અહેસાસ થયો હતો.જો  કે, બપોરે તાપમાનનો પારો સડસડાટ ઉંચકાયો હતો. આકરા તાપ અને લૂ ને પગલે જનજીવન પ્રભાવિત થયું છે. શહેરમાં લોકડાઉન જેવી સ્થિતિ સર્જાઈ છે.

શહેરમાં લોકડાઉન જેવી સ્થિતિ સર્જાઈ

જુનાગઢમાં તાપમાન ૪૨, સુરેન્દ્રનગરમાં ૪૧,અમરેલીમાં ૪૦.,ભુજમાં ૩૯.,કેશોદમાં ૩૮,કંડલા એરપોર્ટમાં૩૭.,ભાવનગરમાં ૩૭,નલીયામાં ૩૫., પોરબંદરમાં ૩૪., ઓખામાં ૩૩., મહુવામાં ૩૩., દીવમાં ૩૨., વેરાવળમાં ૩૨, દ્વારકામાં ૩૧. ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

રાજકોટમાં સતત પાંચમાં દિવસે ગરમીનો પારો ૪૦ ડિગ્રીને પાર થઈ ગયો છે. કલાકમાં શહેરમાં તાપમાન ૧૯. ડિગ્રી વધ્યું હતું. શહેરમાં લઘુતમ તાપમાન ૨૨.૧ડિગ્રી નોંધાયું હતું.સવારે પ્રતિ કલાક કિલોમીટરની ઝડપે પવન ફુંકાયા બાદ બપોરે પવનની ગતિ ઘટીને કિલોમીટર થઈ જતા શહેરીજનો આકરા તાપમાં શેકાયા હતાં.

શહેરમાં આજે લોકડાઉન જેવી સ્થિતિ જોવા મળી છે. આકરા તાપ અને લૂ ને પગલે જનજીવન પ્રભાવિત થયું છે. રસ્તા સૂમસામ જાેવા મળ્યા છે.

રાજકોટ શહેરમાં સાંજે ૧૦ કિલોમીટરની ઝડપે ગરમાગરમ પવન ફુંકાતા લોકો ઘરમાં પુરાયા હતા. બપોરનાસમયે આકરા તાપમાં રસ્તા સુમસાન બની ગયા હતા. દરમિયાન રાજકોટ શહેર અને તેની આસપાસનાવિસ્તારમાં રહેતા ૨૬ લોકો સનસ્ટ્રોકનો શિકાર બનતા તમામ અસરગ્રસ્તોને સારવાર અર્થે સરકારીહોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

છેલ્લા એક પખવાડીયા દરમિયાન રાજકોટ શહેરમાં ૨૬ લોકો સનસ્ટ્રોકનોભોગ બન્યા છે.જ્યારે લોકોએ પેટમાં તીવ્ર દુ:ખાવો અને એક શખસ લુથી બેભાન થઈ જતા તાબડતોબ સારવાર અર્થે સરકારી દવાખાનામાં ૧૦૮ મારફત ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ ભુજમાં પણ આકરીગરમીનો અનુભવ થયો છે. તાપમાન ૪૦ ડિગ્રીને પાર થતાં લોકો શેકાયા છે.આગામી ત્રણ દિવસ ગરમીવધવાની શક્યતા છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.