Last Updated on by Sampurna Samachar
બેનર્જી તેમના ધારાસભ્યો અને સાંસદોને લઇ કોંગ્રેસમાં સામેલ થાય
પૂર્વ વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિલ્હીમાં થયેલી ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં કોંગ્રેસના રાજ્યસભા સાંસદ સોનિયા ગાંધી અને મમતા બેનર્જી વચ્ચે ખૂબ લગાવ જાેવા મળ્યો. હવે એના બીજા જ દિવસે કોંગ્રેસના મોટા નેતા અને લોકસભામાં પૂર્વ વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરીએ મમતા બેનર્જીને પોતાના બાકી રહેલા સાંસદો અને ધારાસભ્યો સાથે કોંગ્રેસમાં સામેલ થઈ જવાનું આમંત્રણ આપ્યું છે.

કોલકત્તામાં પત્રકારો સાથે વાત કરતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, હું મમતા બેનર્જીને એક સલાહ આપું છું, સાથે જ હું હાઈકમાનને પણ માંગ કરું છું કે મમતા બેનર્જીને ડાયરેક્ટ કોંગ્રેસમાં કેમ નથી લઈ લેતા?
સોનિયા ગાંધી અને મમતા બેનર્જીની જુગલબંધી જોવા મળી
અધીર રંજન ચૌધરીએ આગળ કહ્યું કે, આડાઅવળી વાતો ન કરતા, મમતા બેનર્જીની પાર્ટીમાં જેટલા ધારાસભ્યો અને સાંસદો બચ્યા છે, બધાને લઈ કોંગ્રેસમાં કેમ નથી જાેડાઈ જતાં. મમતા બેનર્જી ખુદ જાણે છે કે તેમના બેગેઝ કોણ છે.
એ બેગેઝને હટાવી મમતા બેનર્જી ડાયરેક્ટ કોંગ્રેસ પાર્ટીમાં સામેલ થઈ જાય. બીજા જ દિવસે તે પશ્ચિમ બંગાળની કોંગ્રેસની આગેવાની શરુ કરે, અમને કોઈ વાંધો નથી. તેમણે કહ્યું કે, જાે મમતા બેનર્જી કોંગ્રેસમાં સામેલ થઈ જાય, કોંગ્રેસની નેત્રી બની જાય તો અમે પણ તેમની સાથે, તેમની પાછળ અને તેમની આગેવાનીમાં લડતા રહીશું.
આડાઅવળી ન કરતા હું મમતા બેનર્જીને સલાહ આપું છું અને મારા હાઈકમાન પાસે માંગ કરું છું કે બની શકે તો આ કરો. કેમ કે મમતા બેનર્જી કોંગ્રેસની જ પ્રોડક્ટ છે. મમતા બેનર્જી બહારથી તો નથી આવ્યા. આવા સમયે મમતા બેનર્જીનું કોંગ્રેસમાં સામેલ થઈ જવું અને તેમની પાર્ટીનું કોંગ્રેસમાં વિલય થઈ જવાથી કોઈ ચોંકાવનારી વાત નહીં હોય.
દિલ્હીના કોસ્ટિટ્યૂશન ક્લબમાં ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં કોંગ્રેસના સિનિયર નેતા સોનિયા ગાંધી અને પશ્ચિમ બંગાળના પૂર્વ સીએમ મમતા બેનર્જી વચ્ચે ખૂબ સારી જુગલબંધી જાેવા મળી. બેઠક દરમ્યાન બંનેની ખુરશી આજુબાજુમાં હતી.
વળી બેઠક બાદ મમતા બેનર્જી પ્રેસને સંબોધન કરી રહ્યા હતા અને તેઓ મુખ્ય ચૂંટણી કમિશ્નરને ડાકૂ, લૂંટારા કહીને સંબોધન કરતા તેમને હટાવવા માટે લડાઈ લડવાની વાત કરી રહ્યા હતા, ત્યારે સોનિયા ગાંધી મેજ થપથપાવીને હળવા હાસ્ય સાથે તેમનું સમર્થન કરી રહ્યા હતા.