Last Updated on by Sampurna Samachar
હિન્દીનો વિરોધ કરીએ છીએ ને અંગ્રેજીના વખાણ કરીએ છીએ
ભારતીય ભાષાઓ અને અંગ્રેજી વિશે લોકોની ધારણા પર સવાલ ઉઠાવ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સ્પષ્ટ કરી દીધું છે કે, રાજ્યમાં મરાઠી ભાષાનો દબદબો રહેશે અને હિન્દી ભાષાને થોપવાનું કોઈ કાવતરું નથી. પણ ફડણવીસે લોકોના વિચારો પર પણ સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, મને નવાઈ લાગે છે કે, આપણે આપણી ભારતીય ભાષાઓ, જેમ કે હિન્દીનો વિરોધ કરીએ છીએ, પણ અંગ્રેજીના વખાણ કરીએ છીએ.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજ્યમાં હિન્દી ભાષાને થોપવાને લઈને ઊભી થયેલી ચિંતાને ફગાવી દેતા કહ્યું કે, મરાઠી ભાષા ફરજિયાત રહેશે. વિપક્ષી પાર્ટી, ખાસ કરીને શિવસેના અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ આરોપ લગાવ્યો છે કે, રાજ્ય સરકાર દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત ત્રિભાષા ફોર્મ્યૂલા લાગૂ કરવાની મંજૂરી આપ્યા બાદ મહારાષ્ટ્રમાં હિન્દી થોપવામાં આવી રહી છે.
મહારાષ્ટ્રમાં મરાઠી ફરજિયાત રહેશે
પુણેમાં ભંડારકર શોધ સંસ્થામાં આયોજીત એક કાર્યક્રમમાં ભાગ લેતા ફડણવીસે પત્રકારોને જણાવ્યું કે, આ કહેવું ખોટું છે કે, રાજ્યમાં હિન્દી થોપવામાં આવી રહી છે. મહારાષ્ટ્રમાં મરાઠી ફરજિયાત રહેશે. આ ઉપરાંત કોઈ અન્ય અનિવાર્યતા નહીં હોય.
મુખ્યમંત્રી ફડણવીસે કહ્યું, “નવી શિક્ષણ નીતિએ ત્રણ ભાષાઓ શીખવાની તક પૂરી પાડી છે. ભાષાઓ શીખવી મહત્વપૂર્ણ છે. નિયમ કહે છે કે આ ત્રણ ભાષાઓમાંથી બે ભારતીય હોવી જોઈએ. મરાઠી પહેલેથી જ ફરજિયાત છે. તમે હિન્દી, તમિલ, મલયાલમ કે ગુજરાતી સિવાય બીજી કોઈ ભાષા લઈ શકતા નથી.”
તેમણે કહ્યું કે ભલામણો મુજબ, હિન્દી ભાષા માટે શિક્ષકો ઉપલબ્ધ છે. “ અન્ય (પ્રાદેશિક) ભાષાઓના કિસ્સામાં, શિક્ષકો ઉપલબ્ધ નથી,” ફડણવીસે ભારતીય ભાષાઓ અને અંગ્રેજી વિશે લોકોની ધારણા પર સવાલ ઉઠાવ્યા.
તેમણે કહ્યું, “મને એક વાતથી આશ્ચર્ય થાય છે. આપણે હિન્દી જેવી ભારતીય ભાષાઓનો વિરોધ કરીએ છીએ, પણ અંગ્રેજીની પ્રશંસા કરીએ છીએ. ઘણા લોકોને કેમ લાગે છે કે અંગ્રેજી તેમની નજીક છે અને ભારતીય ભાષાઓ તેમનાથી દૂર છે ? આપણે આ વિશે પણ વિચારવું જોઈએ”