ઝારખંડમાં સુરક્ષાદળોએ ૮ નક્સલીઓને ઠાર માર્યા

Share this Article:

Last Updated on by Sampurna Samachar

ઝારખંડને સંપૂર્ણ રીતે નક્સલમુક્ત બનાવવાનુ લક્ષ્યાંક

એક SLR અને એક INSAS રાઇફલ જપ્ત કરાઇ

(સંપૂર્ણ સમાચાર સેવા)

ઝારખંડના બોકારો જિલ્લાના લુગુ પહાડીઓમાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે અથડામણ થઈ છે. સુરક્ષા દળોએ ૮ નક્સલીઓને ઠાર માર્યા છે. જેમાં વિવેક દસ્તેનો પણ સમાવેશ થાય છે, તેના પર ૧ કરોડ રૂપિયાનું ઇનામ છે. ઘટનાસ્થળેથી એક INSAS રાઇફલ, એક સેલ્ફ-લોડિંગ રાઇફલ અને અન્ય વસ્તુઓ મળી આવી હતી.

અહેવાલો અનુસાર, લુગુ પહાડીઓમાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચેની અથડામણમાં ઘણાં અન્ય નક્સલીઓને ઠાર મારવામાં આવ્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF ) એ એક નિવેદનમાં જણાવ્યું છે કે,  ઝારખંડના બોકારો જિલ્લાના લાલપાનિયા વિસ્તારના લુગુ ટેકરીઓ ખાતે રાજ્ય પોલીસ સાથે સંયુક્ત કાર્યવાહીમાં આઠ નક્સલીઓને ઠાર મારવામાં આવ્યા હતા. સૈનિકોએ એક SLR અને એક INSAS રાઇફલ જપ્ત કરી છે. હજુ સુધી કોઈ જવાન ઘાયલ થયાના સમાચાર નથી.

વર્ષ ૨૦૨૪માં પોલીસે ૨૪૪ નક્સલીઓની ધરપકડ

ઉલ્લેખનીય છે કે, આ વર્ષે અત્યાર સુધીમાં ઝારખંડમાં પોલીસ અને સુરક્ષા દળો સાથેની અથડામણમાં ૧૧ નક્સલીઓ માર્યા ગયા છે. પોલીસ અને સુરક્ષા દળોએ આ વર્ષ સુધીમાં ઝારખંડને સંપૂર્ણપણે નક્સલ મુક્ત બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે.

ઝારખંડ પોલીસ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, વર્ષ ૨૦૨૪માં પોલીસે ૨૪૪ નક્સલીઓની ધરપકડ કરી હતી, જ્યારે પોલીસ અને સુરક્ષા દળો સાથેના એન્કાઉન્ટરમાં નવ નક્સલીઓ માર્યા ગયા હતા. ૨૪ નક્સલીઓએ આત્મસમર્પણ કરીને મુખ્ય પ્રવાહમાં પાછા ફરવાનો ર્નિણય કર્યો. આત્મસમર્પણ કરનારા નક્સલીઓમાં ચાર ઝોનલ કમાન્ડર, એક સબ જનરલ કમાન્ડર અને ત્રણ એરિયા કમાન્ડરનો સમાવેશ થાય છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.