Last Updated on by Sampurna Samachar
સંસદમાં રાહુલ ગાંધીએ ૧૬ નંબરનું મિસ્ટ્રી કાર્ડ બતાવતા તર્ક–વિતર્ક!
રાહુલ ગાંધીએ આ કોયડો અધૂરો છોડતાં કહ્યું કે, આ ૧૬ નંબરના કાર્ડ પાછળ શું રહસ્ય છે તે દેશની જનતાનેટૂંક સમયમાં ખબર પડી જશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહિલા અનામત અને સીમાંકન બિલ પર ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીએ સંસદમાં અચાનક ૧૬ નંબર લખેલુંકાર્ડ બતાવી સૌ કોઈને વિચારતા કરી દીધા છે. શુક્રવારે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પોતાનાભાષણના અંતે એક એવી પઝલ રજૂ કરી જેણે સૌને વિચારતા કરી દીધા છે. રાહુલ ગાંધીએ એક કાર્ડ બતાવ્યું જેના પર ૧૬ નંબર લખેલો હતો. તેમણે વડાપ્રધાન મોદી પર કટાક્ષ કરતાં કહ્યું કે, કાલે વડાપ્રધાનમાં એનર્જી ઓછી હતી. અચાનક મને યાદ આવ્યું ૧૬ એપ્રિલ છે!

રાહુલ ગાંધીએ આ કોયડો અધૂરો છોડતાં કહ્યું કે, આ ૧૬ નંબરના કાર્ડ પાછળ શું રહસ્ય છે તે દેશની જનતાનેટૂંક સમયમાં ખબર પડી જશે. કોઈ સમજી ગયું હોય કે હું શું કહી રહ્યો છું, તો પ્લીઝ મને મેસેજ કરજો. રાહુલના આ નિવેદન બાદ અનેક તર્ક–વિતર્ક શરૂ થયા છે. સંબોધનની શરૂઆતમાં રાહુલ ગાંધીએ હસતાંહસતાં કહ્યું, જુઓ, મને અને વડાપ્રધાનને કોઈ વાઇફ ઇશ્યુ નથી!. રાહુલ ગાંધીના આ વિનોદ પર પરિસરમાંહાસ્યનું મોજું ફરી વળ્યું હતું.
રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, પહેલું સત્ય તો એ છે કે આ મહિલા અનામત બિલ નથી, કારણ કે તે તો ૨૦૨૩માંજ પસાર થઈ ચૂક્યું છે. આ બિલ દેશનો ચૂંટણી નકશો બદલવાનો પ્રયાસ છે. આ બિલનો મહિલા સશક્તિકરણ સાથે કોઈ લેવાદેવા નથી. સરકાર માત્ર સત્તા જાળવી રાખવા માટે આ દાવ રમી રહી છે. આબિલ દલિતો, આદિવાસીઓ અને પછાત વર્ગોના અધિકારો છીનવી લેવાનો એજન્ડા છે. આનાથી તેમનીભાગીદારી ઓછી થઈ જશે. સરકારે જે પ્રયોગ કાશ્મીર અને આસામમાં કર્યો તે જ હવે આ રાષ્ટ્રવિરોધી દ્વારાસમગ્ર દેશમાં કરવા માંગે છે.