Last Updated on by Sampurna Samachar
કર્ણાટકમાં તમાકુ અને ગુટકા-પાન મસાલા પર પ્રતિબંધ
જાહેર આરોગ્યને ધ્યાનમાં રાખી લેવાયેલો ર્નિણય
(સંપૂર્ણ સમાચાર સેવા)
કર્ણાટક સરકારે જાહેર આરોગ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મોટો નિર્ણય લેવાયો છે. કર્ણાટકમાં તમાકુ અથવા નિકોટિનયુક્ત ગુટકા અને પાન મસાલાના ઉત્પાદન, સંગ્રહ, વિતરણ, પરિવહન અને વેચાણ પર સમગ્ર રાજ્યમાં ૧ વર્ષ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જોકે, આ જાહેરનામું ૧૫ જૂનના રોજ બહાર પડાયું હતું, જેનો અમલ ૧૨ ઓગસ્ટથી એક વર્ષ માટે શરૂ કરી દેવાયો છે.

કર્ણાટક રાજ્યના ફૂડ સેફ્ટી કમિશનર દ્વારા ૧૫ જૂન, ૨૦૨૬ ના રોજ આ અંગેનું સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, ૨૦૦૬ ની કલમ ૩૦ ની પેટા-કલમ (૨) ના ક્લોઝ તેમજ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ રેગ્યુલેશન્સ, ૨૦૧૧ ના રેગ્યુલેશન ૨.૩.૪ હેઠળ આ આદેશ આપવામાં આવ્યો છે.
ફૂડ સેફ્ટી એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા સૂચના જાહેર
આ પ્રતિબંધ તમાકુ અથવા નિકોટિન ધરાવતા ગુટકા અને પાન મસાલા તેમજ ગ્રાહકો દ્વારા મિક્સ કરવા માટે અલગથી વેચાતા તમાકુ કે નિકોટિનયુક્ત ઉત્પાદનો પર પણ લાગુ થશે. આ નિયમ પે્ક્ડ અને અનપેક્ડ એમ બંને પ્રકારની પ્રોડક્ટ્સ પર લાગુ રહેશે. ભલે તે ઉત્પાદનો એકસાથે વેચાતા હોય કે પછી ગ્રાહકો સરળતાથી મિક્સ કરી શકે તે હેતુથી અલગ-અલગ પેકેજમાં વેચાતા હોય. આ સૂચના ફૂડ સેફ્ટી એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન, બેંગલુરુના કમિશનર દ્વારા જારી કરવામાં આવી છે.