Last Updated on by Sampurna Samachar
યુદ્ધ ઈરાનમાં પણ માઠી અસર ચીન–ભારત પર
ચીન જે વિશ્વનું સૌથી મોટું તેલ આયાતકાર છે, તેના માટે UN નો રિપોર્ટ ખતરાની ઘંટી સમાન છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલું ભીષણ યુદ્ધ માત્ર સરહદો પૂરતું સીમિત નથી રહ્યું, પરંતુ હવે તેની અસર દુનિયાના ખિસ્સા પર પડી રહી છે. ઇસ્લામાબાદમાં થયેલી શાંતિ વાટાઘાટો નિષ્ફળ જતાં અને હોર્મુઝની ખાડીમાં તણાવ વધતા ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો થયો છે. આ સ્થિતિ વચ્ચે સંયુક્ત રાષ્ટ્રે એશિયાના આર્થિક એન્જિન ગણાતા ચીન અને ભારત માટે ચિંતાજનક અનુમાન જાહેર કર્યા છે.

ચીન જે વિશ્વનું સૌથી મોટું તેલ આયાતકાર છે, તેના માટે UN નો રિપોર્ટ ખતરાની ઘંટી સમાન છે. વર્ષ ૨૦૨૫માં ચીનનો ગ્રોથ રેટ ૫% રહ્યો હતો, જે આ વર્ષે ઘટીને ૪.૩% થી ૪.૬% ની વચ્ચે રહેવાની શક્યતા છે. આઉપરાંત સપ્લાય ચેઈન ખોરવાઈ છે. વેનેઝુએલા પર ટ્રમ્પના અંકુશ બાદ હવે ઈરાન યુદ્ધને કારણે તેલ અનેગેસના પુરવઠામાં જે અવરોધ આવ્યો છે, તેની સૌથી સીધી અને નકારાત્મક અસર ચીન પર પડી છે.
સીધી અને નકારાત્મક અસર ચીન પર પડી
એ માત્ર ચીન જ નહીં, પણ ભારતની વિકાસની રફ્તાર પર પણ બ્રેક વાગવાની આશંકા વ્યક્ત કરી છે. ગયા વર્ષે ૭% થી વધુની ઝડપે દોડતું ભારતનું અર્થતંત્ર આ વર્ષે ૬% ની આસપાસ સીમિત રહે તેવી શક્યતા છે. મિડલ ઈસ્ટના યુદ્ધને કારણે ક્રૂડ ઓઇલ, ગેસોલિન અને ફર્ટિલાઈઝરના ભાવમાં થયેલો વધારો ભારત જેવા કૃષિપ્રધાન અને ઉર્જા ર્નિભર દેશ માટે મોટો પડકાર છે.
UN ના અર્થશાસ્ત્રી હમઝા મલિકના જણાવ્યા અનુસાર, એશિયા–પેસિફિક વિસ્તાર વૈશ્વિક વિકાસનુંએન્જિન છે. જો આ એન્જિનની ગતિ ધીમી પડશે, તો તેની અસર આખી દુનિયા પર જોવા મળશે. એશિયન ડેવલપમેન્ટ બેંક એ પણ અનુમાન લગાવ્યું છે કે ૨૦૨૬ માં આ પ્રદેશનો ગ્રોથ રેટ ૫.૧% રહેશે, જેઅગાઉના ૫.૪% કરતા ઓછો છે.
દુનિયાનો ત્રીજા ભાગનો તેલ વેપાર હોર્મુઝની ખાડી મારફતે થાય છે. જો અમેરિકા–ઈરાન જંગને કારણે આરસ્તો બ્લોક થાય, તો ક્રૂડના ભાવ રોકેટ ગતિએ વધી શકે છે, જે મોંઘવારીમાં મોટો વધારો કરશે.
ચીનના નાણામંત્રી ભલે દાવો કરતા હોય કે તેમની અર્થ વ્યવસ્થા લચીલી છે, પરંતુ UN નો આ રિપોર્ટ સ્પષ્ટકરે છે કે, જો યુદ્ધ લાંબુ ચાલશે તો એશિયાના મહાસત્તા બનવાના સપના પર આર્થિક ગ્રહણ લાગી શકે છે.