Last Updated on by Sampurna Samachar
પોલીસે પગમાં મારી હતી ગોળી
વિપિને પોતાને નિર્દોષ ગણાવ્યો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
નોઇડામાં પત્નીને જીવતી સળગાવવા મામલે માહિતી મળી છે. પોતાની પત્ની નિક્કીને દહેજની લાલચમાં સળગાવીને મારનારા વિપિન ભાટી હવે પોલીસની ધરપકડમાં છે. વિપિન એન્કાઉન્ટરમાં ગોળી વાગતા ઘાયલ થઈ ગયો છે, જેની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. એક તરફ જ્યાં હત્યારોપી વિપિન પોતાનો નિર્દોષ ગણાવી રહ્યો છે, તો વળી બીજી તરફ મૃતક નિક્કીના પરિવાર પર દીકરીને સળગાવી દેવાનો આરોપ લગાવી રહ્યા છે.

વિપિન આ અગાઉ પણ ચર્ચામા રહી ચુક્યો છે અને તેનો વીડિયો પણ વાયરલ થઈ ચુક્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ૨૦૨૪માં વિપિન કોઈ છોકરી સાથે કારમાં ફરી રહ્યો હતો, ત્યારે તેના પરિવાર જોઈ જતાં રસ્તા વચ્ચે વિપિનની ધોલાઈ કરી હતી. ત્યારે વિપિન સાથે મારપીટનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. વિપિન દિલ્હીમાં એક છોકરી સાથે કારમાં ફરી રહ્યો હતો, જેને તેના પરિવારે જોઈ લીધો હતો અને ત્યાં જ તેની સાથે મારપીટ કરી હતી.
વિપિનને રોકવા માટે પોલીસે ગોળી ચલાવવી પડી
આપને જણાવી દઈએ કે, ગ્રેટર નોઈડાના સિરસા ચોક પર વિપિન ભાટી અને નોઈડા પોલીસ વચ્ચે અથડામણ થઈ હતી. વિપિન પોલીસની ધરપકડથી બચીને ભાગવાની કોશિશ કરી રહ્યો હતો. પોલીસે જ્યારે તેને રોકવાની કોશિશ કરી તો તે રોકાયો નહીં. ત્યાર બાદ પોલીસે તેને પગમાં ગોળી મારી ધરપકડ કરી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, વિપિનને કાસના પોલીસ સ્ટેશનમાં પૂછપરછ માટે લઈ જવામાં આવ્યો હતો. આ દરમ્યાન તેણે ભાગવાની કોશિશ કરી હતી. પોલીસે તેને રોકતા તરત કાર્યવાહી કરી અને સિરસા ચોક સુધી પીછો કર્યો. વિપિનને રોકવા માટે પોલીસે ગોળી ચલાવવી પડી. આ ગોળી વિપિનના પગમાં જઈને વાગી હતી. આપને જણાવી દઈએ કે, આ ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે.