Last Updated on by Sampurna Samachar
કેપ્ટનશીપની રેસમાં જસપ્રીત બુમરાહ હતો પહેલી પસંદ
જસપ્રીત બુમરાહએ આ મુદ્દા પર ખુલીને વાત કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણી શરૂ થાય તે પહેલા ટીમ ઇન્ડિયાની કેપ્ટનશીપને લઈને એક મોટો ખુલાસો થયો છે. કેપ્ટનશીપની રેસમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ટીમ ઇન્ડિયાને એકમાત્ર જીત અપાવનાર કેપ્ટન જસપ્રીત બુમરાહ પણ હતો.
હવે સમાચાર એ છે કે શુભમન ગિલ BCCI ની બીજી પસંદગી હતો, ટીમ ઇન્ડિયાના સ્ટાર પેસ બોલર જસપ્રીત બુમરાહએ BCCI ની ઓફરને ફગાવી દીધી હતી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ગયા વર્ષના અંતમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસ બાદ રોહિત શર્મા અને વિરાટ કોહલીની અચાનક નિવૃત્તિએ આગમાં ઘી ઉમેર્યું છે. કોહલીની ટેસ્ટ નિવૃત્તિ પછી BCCI ને ભારે ટ્રોલ કરવામાં આવ્યું.
હું હંમેશા ટીમને પ્રથમ રાખવા માંગતો હતો
હવે પ્રશ્ન એ હતો કે કેપ્ટન કોણ બનશે, જસપ્રીત બુમરાહ રેસમાં સૌથી આગળ હતો. આ પછી, બોર્ડ પાસે કેએલ રાહુલ, ઋષભ પંત, શુભમન ગિલ જેવા વિકલ્પો પણ હતા. આખરે ગિલની કેપ્ટનશીપની જાહેરાત કરવામાં આવી. હવે ટેસ્ટ શ્રેણીના માત્ર ૩ દિવસ પહેલા, જસપ્રીત બુમરાહએ આ મુદ્દા પર ખુલીને વાત કરી છે.
ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણી પહેલા બુમરાહે સ્કાય સ્પોર્ટ્સ પર દિનેશ કાર્તિક સાથેની મુલાકાતમાં કહ્યું હતું કે, આઈપીએલ દરમિયાન રોહિત અને વિરાટ નિવૃત્ત થયા તે પહેલાં, મેં પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં મારા વર્કલોડ વિશે BCCI સાથે વાત કરી હતી. મેં મારી પીઠની સારવાર કરનારા લોકો સાથે વાત કરી છે. મેં સર્જન સાથે પણ વાત કરી છે, જેમણે હંમેશા મને કહ્યું છે કે તારે વર્કલોડ વિશે સાવધાન રહેવું જાેઈએ. તેથી મેં તેમની સાથે વાત કરી અને પછી અમે આ નિષ્કર્ષ પર આવ્યા કે મારે થોડું સાવધાન રહેવું પડશે.
બુમરાહએ આગળ કહ્યું, એટલા માટે જ મેં BCCI ને ફોન કર્યો અને કહ્યું કે હું નેતૃત્વની ભૂમિકામાં જોવા માંગતો નથી કારણ કે હું પાંચ ટેસ્ટની શ્રેણીમાં બધી ટેસ્ટ મેચ રમી શકીશ નહીં. હા, BCCI મને નેતૃત્વ માટે જોઈ રહ્યું હતું. પરંતુ પછી મારે ના કહેવું પડ્યું, આ ટીમ માટે પણ વાજબી નથી, તમે જાણો છો કે પાંચ ટેસ્ટની શ્રેણીમાં ત્રણ મેચનું નેતૃત્વ કોઈ બીજું કરી રહ્યું છે, તો બે મેચનું નેતૃત્વ કોઈ બીજું કરી રહ્યું હોય. આ ટીમ માટે વાજબી નથી. હું હંમેશા ટીમને પ્રથમ રાખવા માંગતો હતો.