Last Updated on by Sampurna Samachar
પ્લેઓફ પહેલા RCB ને લાગ્યો મોટો ઝટકો
અમારી સાથે રહેવું અમારા માટે ખૂબ આનંદની વાત
(સંપૂર્ણ સમાચાર સેવા)
IPL ૨૦૨૫માં શાનદાર પ્રદર્શન કરી રહેલી RCB પહેલાથી જ પ્લેઓફમાં જગ્યા બનાવી ચૂકી છે. ક્વોલિફાયર-૧ માં સ્થાન મેળવવા માટે તેમને હવે ફક્ત એક જીતની જરૂર છે. પરંતુ આ પહેલા સમાચાર આવી રહ્યા છે કે તેમના બેટ્સમેન જેકબ બેથેલે (Jacob Bethele) ટીમ છોડી દીધી છે. હવે તે બાકીની સિઝનમાં રમતો જોવા મળશે નહીં.
તમને જણાવી દઈએ કે, અગાઉ ફાસ્ટ બોલર લુંગી ન્ગીડીએ નેશનલ ડ્યુટીના કારણે ટીમ છોડી હતી. ત્યાર બાદ RCB દ્વારા તેના રિપ્લેસમેન્ટની જાહેરાત કરવામાં આવી હતી. હવે RCB એ સોશિયલ મીડિયા દ્વારા બંનેના બહાર થવાની પુષ્ટિ કરી છે.
એનર્જી, કુશળતા અને હાજરીની ખોટ વર્તાશે
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે તેના ઓફિશિયલ X એકાઉન્ટ પર પોસ્ટ કરીને લખ્યું, “આ સિઝનમાં મેદાન પર અને બહાર તમારો જાદુ બતાવવા બદલ જેકબ અને લુંગીનો આભાર.” તમારું અમારી સાથે રહેવું અમારા માટે ખૂબ આનંદની વાત છે. તમારી એનર્જી, કુશળતા અને હાજરીની ખોટ વર્તાશે.
RCB ની ટીમ : વિરાટ કોહલી, મયંક અગ્રવાલ, રજત પાટીદાર (કેપ્ટન), જીતેશ શર્મા (વિકેટકીપર), ટિમ ડેવિડ, રોમારીયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, બ્લેસિંગ મુઝારાબાની, યશ દયાલ, સુયશ શર્મા, રસિક દાર સલામ, મનોજ ભંડાગે, લિયામ લિવિંગસ્ટોન, સ્વપ્નિલ સિંહ, ફિલિપ સોલ્ટ, મોહિત રાઠી, સ્વસ્તિક ચિકારા, અભિનંદન સિંહ, જોશ હેઝલવુડ અને નુવાન તુશારા.