Last Updated on by Sampurna Samachar
આગામી સાત દિવસ માટે વરસાદ અને વંટોળની આગાહી
૬૦ kmph ની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની હેલી જામી હતી. આ સાથે ગુજરાતના અનેક વિસ્તારોમાં કરા સાથે વરસાદ ખાબક્યો હતો. જ્યાં વૈશાખમાં અષાઢ જેવો માહોલ સર્જાયો હતો.. જાણે ઉનાળો અચાનક ગાયબ થઈ ગયો અને ચોમાસાની ઋતુ આવી ગઈ હોય. ત્યારે આગામી સાત દિવસ ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની હવામાન વિભાગની આગાહી જોઈએ.
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક, રામાશ્રય યાદવે ગુજરાતનું હવામાન આગામી સાત દિવસ કેવું વાતાવરણ રહેશે તે અંગે જણાવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની શક્યતા છે.
ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ અપાયું
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, અરવલ્લી, પાટણ, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુરમાં તથા કચ્છ, મોરબી, રાજકોટ, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ છે. અહીં ગાજવીજ સાથે કરા પડવાની ચેતવણી છે. ૬૦ kmph ની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.
તેમજ દ્વારકા, પોરબંદર, જામનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં છૂટાછવાયા સ્થળો પર મેઘગર્જનાની ચેતવણી આપવામાં આવી છે. આજે તમામ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી હતી.
ઉપરાંત સામાન્ય વીજળીના કડાકાની વોર્નિંગ છે. બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, અરવલ્લી, પાટણ, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુરમાં તથા કચ્છ, મોરબી, રાજકોટ, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ છે. અહીં ગાજવીજ સાથે કરા પડવાની ચેતવણી છે. આજે ૬૦ kmph ની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.
દ્વારકા, પોરબંદર, જામનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં છૂટાછવાયા સ્થળો પર મેઘગર્જનાની ચેતવણી આપવામાં આવી છે. મંગળવારે કેટલાક વિસ્તારોમાં તીવ્ર મેઘગર્જનાની ચેતવણી આપવામાં આવી છે. આ સાથે ત્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
આ ઉપરાંતના વિસ્તારોમાં મેઘગર્જનાનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. સાતમી તારીખે દ્વારકા, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરામાં, ભરૂચ, નર્મદામાં અતિભારે વરસાદ થવાની આગાહી છે. આઠમી તારીખે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને નર્મદામાં ભારે વરસાદ થવાની આગાહી આપવામાં આવી છે.