Last Updated on by Sampurna Samachar
હાપા રંગમતી આવાસ વિસ્તારમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી ઝડપાઇ
એલસીબીની ટુકડીએ દરોડો પાડયો હતો અને ઇંગ્લિશ દારૂ અને કાર સહિત ૩.૮૬ લાખની માલમતા કબજે કરી લીધી છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)
જામનગરના હાપા રંગમતી આવાસ વિસ્તારમાં એક કારમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી થઈ રહી હોવાની બાતમીનાઆધારે એલસીબીની ટુકડીએ દરોડો પાડયો હતો અને ઇંગ્લિશ દારૂ અને કાર સહિત ૩.૮૬ લાખની માલમતાકબજે કરી લીધી છે, જયારે દારૂના સપ્લાયરને ફરાર જાહેર કરાયો છે.

જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે ગઈકાલે મોડી રાત્રે હાપા રંગમતીઆવાસના ગેઇટ પાસેથી એક કારમાં ઈંગ્લિશ દારૂની બોટલોનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે, જે બાતમીના આધારે દરોડો પાડી ચેકિંગ હાથ ધરતાં ત્યાંથી એક સ્વીફ્ટ કાર પસાર થઈ હતી.જેને અટકાવીને તલાસી લેતાં કારમાંથી ૭૨ નંગ ઇંગ્લિશ દારૂની બોટલોનો જથ્થો મળી આવ્યો હતો.
આથી પોલીસે કાર અને ઇંગ્લિશ દારૂ સહિત કુલ રૂપિયા ૩,૮૬,૯૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે, અને દારૂનીહેરાફેરી કરી રહેલા અને રંગમતી આવાસ વિસ્તારમાં જ રહેતા વિવેક જયરાજભાઇ ચૌહાણ નામના શખ્સનીઅટકાયત કરી લીધી છે, અને તેની પૂછપરછ હાથ ધરી છે. જેને દારૂ સપ્લાય કરનાર જામનગરના માનવ રાઠોડનુંનામ ખુલ્યું છે અને પોલીસ દ્વારા તેની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.