Last Updated on by Sampurna Samachar
એએપીના સાંસદ અશોક મિત્તલના ઠેકાણે ED દરોડા
ED ની ટીમ યુનિવર્સિટી સાથે જોડાયેલા નાણાકીય વ્યવહારો અને ફંડના દુરુપયોગની ફરિયાદો પર તપાસ કરી રહી છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે બુધવારે સવારે આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ અશોકમિત્તલ અને તેમના પુત્રના વિવિધ ઠેકાણાઓ પર દરોડા પાડ્યા છે. આ કાર્યવાહી લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી સાથે જોડાયેલા ફંડમાં કથિત નાણાકીય ગેરરીતિઓ અને વિદેશી મુદ્રા કાયદાના ઉલ્લંઘન સંદર્ભેકરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ED ની ટીમ યુનિવર્સિટી સાથે જોડાયેલા નાણાકીય વ્યવહારો અને ફંડનાદુરુપયોગની ફરિયાદો પર તપાસ કરી રહી છે. એજન્સી એ તપાસ કરી રહી છે કે શું યુનિવર્સિટીમાં મળેલા દાન અથવા રોકાણમાં વિદેશી વિનિમય કાયદાનું ઉલ્લંઘન થયું છે.
મોદીજીએ પંજાબમાં ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી
સાંસદના પુત્ર પણ અનેક વ્યાવસાયિક પ્રવૃત્તિઓમાં સામેલ હોવાથી તેમના રહેઠાણ અને ઑફિસ પર પણતપાસ ચાલી રહી છે, જ્યાંથી મહત્ત્વના ડિજિટલ પુરાવા અને દસ્તાવેજો એકત્ર કરવામાં આવ્યા છે.
આ કાર્યવાહી બાદ આમ આદમી પાર્ટીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. સંયોજક કેજરીવાલેઆ દરોડાને પંજાબમાં ભાજપની ચૂંટણી તૈયારી ગણાવતાં કહ્યું કે, “મોદીજીએ પંજાબમાં ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે, પરંતુ પંજાબના લોકો આ સહન નહીં કરે અને ભાજપને કરારો જવાબ આપશે.
“સાંસદ સંજયસિંહે સોશિયલ મીડિયા પર લખ્યું કે જ્યાં ચૂંટણી હોય ત્યાં ભાજપ પોતાની એજન્સીઓને પહેલા મોકલી દે છે. તેમણે આ કાર્યવાહીને રાજકીય પ્રતિશોધ ગણાવી છે. નોંધનીય છે કે અશોક મિત્તલને તાજેતરમાં જ રાઘવચઢ્ઢાના સ્થાને રાજ્યસભામાં છછઁના ડેપ્યુટી લીડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.