ઓઢવમાંથી સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારનુ નેટવર્ક

Share this Article:

Last Updated on by Sampurna Samachar

સ્પાના મુખ્ય માલિક, મેનેજર સહિત ગ્રાહકોની ધરપકડ

બાતમીના આધારે ડમી ગ્રાહક મોકલી પાડી રેડ

(સંપૂર્ણ સમાચાર સેવા)

રાજ્યમાં અવાર નવાર સ્પાની આડમાં દેહવ્યપાર ઝડપાતુ હોય છે. ત્યારે અમદાવાદમાં સ્પા અને બોડી મસાજ પાર્લરની આડમાં ચાલતા ગેરકાયદે દેહવ્યાપારના નેટવર્કને પોલીસે રેડ પાડી છે. માહિતી મુજબ ઓઢવ એસ.પી. રિંગ રોડ પર આવેલા એક શોપિંગ કોમ્પ્લેક્સમાં ધમધમતા સ્પા સેન્ટર પર પોલીસે દરોડો પાડીને ગેરકાયદે કૂટણખાનાનો પર્દાફાશ કર્યો છે. આ મામલે પોલીસે સ્પાના મુખ્ય માલિક, મેનેજર સહિત ગ્રાહકોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, ઓઢવ એસ.પી. રિંગ રોડ પર આવેલા જાહન્વી આર્કેડના બીજા માળે, દુકાન નંબર ૧૦૯માં ‘ધી બ્લીસ થાઈ સ્પા‘ના નામે બહારથી મહિલાઓ લાવીને દેહવ્યાપારની પ્રવૃત્તિ ચલાવવામાં આવી રહી છે.

ઓઢવ પોલીસે તપાસ તેજ કરી

બાતમીના આધારે પોલીસે પંચોની હાજરીમાં એક ડમી ગ્રાહક તૈયાર કર્યો હતો અને તેને સ્પામાં મોકલ્યો હતો. ડમી ગ્રાહકે અંદર જઈને શારીરિક સંબંધ માટે યુવતીની માંગણી કરી સોદો નક્કી થતાં જ બહાર વોચમાં ઉભેલી પોલીસ ટીમને સિગ્નલ આપ્યું હતું. ઈશારો મળતાં જ પોલીસે સ્પા સેન્ટરમાં ત્રાટકીને ઓપરેશન પાર પાડ્યું હતું.

પોલીસે દરોડો પાડીને સ્પાના કાઉન્ટર પરથી મેનેજર અભિષેક રાઠોડ અને સોફા પર બેઠેલા મુખ્ય માલિક આફરોઝ ઉર્ફે સેજુ સાહીદખાન પઠાણ તથા તેના મિત્ર ક્રિષ્ણાને રંગેહાથ ઝડપી લીધા હતા. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, મુખ્ય માલિક આફરોઝ બહારના રાજ્યોમાંથી મહિલાઓને લાવીને માસિક ૨૦ હજાર રૂપિયાના પગારે નોકરી પર રાખતો હતો અને તેમની પાસે દેહવ્યાપારનો ધંધો કરાવતો હતો.

મહિલા પોલીસ કર્મચારીઓની હાજરીમાં સ્પાના કુલ ૬ રૂમોની સઘન તપાસ કરવામાં આવી હતી, જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. તપાસ દરમિયાન રૂમ નંબર ૪માંથી પોલીસનો ડમી ગ્રાહક અને તેની સાથે મોકલેલી ત્રિપુરાની એક યુવતી મળી આવી હતી. જ્યારે રૂમ નંબર ૩માંથી અન્ય એક ગ્રાહક મોહમ્મદ મુનીર શેખ અને મહારાષ્ટ્રની એક મહિલા થેરાપિસ્ટ ઝડપાયા હતા. રૂમ નંબર ૧માંથી ત્રિપુરાની અન્ય ત્રણ યુવતીઓ મળી આવી હતી, જેમને અહીં મસાજ અને દેહવ્યાપારના કામ માટે રાખવામાં આવી હતી.

પોલીસે સ્પામાંથી મળેલા રોકડા રૂપિયા, મોબાઈલ ફોન અને અન્ય આપત્તિજનક સામગ્રી જપ્ત કરી છે. પકડાયેલા આરોપીઓ વિરૂદ્ધ ઈમ્મોરલ ટ્રાફિકિંગ એક્ટ હેઠળ ગુનો નોંધીને આ રેકેટમાં અન્ય કોઈ સંડોવાયેલું છે કે નહીં તે દિશામાં ઓઢવ પોલીસે તપાસ તેજ કરી છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.