Last Updated on by Sampurna Samachar
જવાનોએ પળવારમાં જ પાકિસ્તાનને ઘૂંટણિયે પાડી દીધા
MP ના ધાર ખાતે ભારતના સૌથી મોટા ઈન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ પાર્કનો શિલાન્યાસ
(સંપૂર્ણ સમાચાર સેવા)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જન્મદિને મધ્યપ્રદેશના ધારમાં કહ્યું હતું કે આ નવું ભારત છે, કોઈની પરમાણુ ધમકીઓથી ડરતું નથી. ઘરમાં ઘૂસીને મારે છે. જે આતંકવાદીઓએ માતા અને બહેનાના સિંદૂર ઉજાડ્યા તેમના ઠેકાણાઓને અમે નષ્ટ કર્યા છે. પ્રધાનમંત્રી મોદી તેમના જન્મદિવસ નિમિત્તે મધ્યપ્રદેશમાં હતા.

પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ પોતાના ભાષણમાં વધુ કહ્યું કે, મહર્ષિ દધિચિનો ત્યાગ માનવતાની સેવા કરવાનો સંકલ્પ આપે છે. આ જ વિરાસતમાંથી પ્રેરણા લઈને આજે દેશ મા ભારતીની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે. આપણા વીર જવાનોએ પળવારમાં જ પાકિસ્તાનને ઘૂંટણિયે પાડી દીધા. જ દેશે અને દુનિયાએ જોયું કે ફરી એક પાકિસ્તાની આતંકવાદીએ રડી-રડીને પોતાની હાલત વર્ણવી રહ્યો છે.”
આ અભિયાન દેશની માતાઓ અને બહેનો માટે સમર્પિત
મધ્યપ્રદેશના ધાર ખાતે વડાપ્રધાને ભારતના સૌથી મોટા ઈન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ પાર્કનો શિલાન્યાસ કર્યો. તેમણે કહ્યું કે, આ અભૂતપૂર્વ પહેલથી ખેડૂતોને તેમની ઉપજનું યોગ્ય મૂલ્ય મળશે અને યુવાનો માટે હજારો રોજગારના દરવાજા ખુલશે. આ સાથે તેમણે કહ્યું કે, વિશ્વકર્મા જયંતિએ શરૂ થયેલ આ યાત્રા ટેક્સટાઇલ ઉદ્યોગમાં નવી ઊર્જા લાવશે અને ‘મેક ઇન ઇન્ડિયા’ને નવો વેગ મળશે.

PM મોદીએ પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું, “આ એક નવું ભારત છે, તે કોઈના પરમાણુ ધમકીઓથી ડરતું નથી. આ એક નવું ભારત છે, તે ઘરમાં ઘૂસી હુમલો કરે છે.” ૧૭ સપ્ટેમ્બર, બીજો એક ઐતિહાસિક પ્રસંગ છે. આ દિવસે રાષ્ટ્રએ સરદાર પટેલના દૃઢ સંકલ્પનું ઉત્તમ ઉદાહરણ જોયું. ભારતીય સેનાએ હૈદરાબાદને અસંખ્ય અત્યાચારોથી મુક્ત કરાવ્યું અને તેના અધિકારોનું રક્ષણ કરીને ભારતનું ગૌરવ પુન:સ્થાપિત કર્યું. આ મહત્વપૂર્ણ સિદ્ધિને દાયકાઓ વીતી ગયા પરંતુ કોઈએ તેને યાદ રાખ્યું નહીં. તમે મને આ તક આપી. અમારી સરકારે તે ઘટનાને અમર બનાવી દીધી છે.”
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, “આજે, વિશ્વકર્મા જયંતિ નિમિત્તે એક મોટી ઔદ્યોગિક પહેલ ચાલી રહી છે. દેશના સૌથી મોટા સંકલિત કાપડ પાર્કનો શિલાન્યાસ અહીં (ધાર) કરવામાં આવ્યો છે. આ પાર્ક ભારતના કાપડ ઉદ્યોગને ઉર્જા આપશે અને ખેડૂતોને તેમના ઉત્પાદન માટે વાજબી ભાવ મળશે તેની ખાતરી કરશે. આ કાપડ પાર્ક આપણા યુવાનોની મોટી સંખ્યામાં રોજગારીનું સર્જન કરશે. હું આ પ્રોજેક્ટ્સ માટે આપણા બધા દેશવાસીઓને અભિનંદન આપું છું.”
વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, “સ્વસ્થ નારી સશક્ત પરિવાર” આ અભિયાન દેશની માતાઓ અને બહેનો માટે સમર્પિત છે. એકપણ મહિલા કે જે જાણકારી કે સંસાધનના અભાવે સારવારથી વંચિત રહેતી હોય તે સ્વીકાર્ય નથી. આ અભિયાન આરોગ્ય, પોષણ અને જાગૃત્તિ દ્વારા નારીને સ્વસ્થ અને સશક્ત બનાવવાનો મહત્ત્વાકાંક્ષી પ્રયાસ છે.