Last Updated on by Sampurna Samachar
PM મોદીની ફોલોઅર્સની સંખ્યા ડોનાલ્ડ ટ્રમ્પ કરતા બમણી
ભારતમાં PM મોદીનું વર્ચસ્વ સ્પષ્ટપણે દેખાયું
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્સ્ટાગ્રામ પર ૧૦ કરોડ ફોલોઅરનો આંકડો પાર કરી વિશ્વના પ્રથમ નેતા બન્યા છે. PM મોદી ૨૦૧૪ થી ઇન્સ્ટાગ્રામ પર એક્ટિવ છે અને છેલ્લા ૧૦ વર્ષમાં તેમનું એકાઉન્ટ વિશ્વના નેતાઓમાં સૌથી વધુ આકર્ષક પ્લેટફોર્મ બની ગયું છે.

૨૦૧૪માં ઇન્સ્ટાગ્રામમાં જોડાનારા વડાપ્રધાન મોદીના યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કરતા વધુ ફોલોઅર્સ છે. તેમના ફોલોઅર્સની સંખ્યા ડોનાલ્ડ ટ્રમ્પ કરતા બમણી છે, જેમના હાલમાં ૪૩.૨ મિલિયન ફોલોઅર્સ છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા પર ટોપ-૫ નેતાઓના સંયુક્ત ફોલોઅર્સની સંખ્યા PM મોદીની વ્યક્તિગત સંખ્યા કરતા ઓછી છે.
PM મોદીની વિશ્વમાં લોકપ્રિયતા દર્શાવે છે આ આંકડો
ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટોના ૧૫ મિલિયન ફોલોઅર્સ છે, બ્રાઝિલના રાષ્ટ્રપતિના ૧૪.૪ મિલિયન ફોલોઅર્સ છે, તુર્કીના રાષ્ટ્રપતિ તૈયપ એર્દોગનના ૧૧.૬ મિલિયન ફોલોઅર્સ છે અને આજેર્ન્ટિનાના રાષ્ટ્રપતિ જાવિઅર મેલાનિયાના ૬.૪ મિલિયન ફોલોઅર્સ છે. આ આંકડા દર્શાવે છે કે PM મોદીની વિશ્વમાં કેટલી લોકપ્રિયતા છે.
ભારતમાં PM મોદીનું વર્ચસ્વ સ્પષ્ટપણે દેખાય છે. તેમના ફોલોઅર્સ અને અન્ય નેતાઓના ફોલોઅર્સ વચ્ચે મોટો તફાવત છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ૧૬.૧ મિલિયન ફોલોઅર્સ સાથે બીજા સ્થાને છે. તો કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી લગભગ ૧૨.૬ મિલિયન ફોલોઅર્સ સાથે ત્રીજા સ્થાને છે.