Last Updated on by Sampurna Samachar
આતંકવાદી આમિર હમઝાને અજાણ્યા હુમલાખોરે મારી ગોળી
આમિરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો : હાલમાં તેની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
પાકિસ્તાનથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પાકિસ્તાનમાં લશ્કર–એ–તૈયબાના સ્થાપક સભ્ય અને આતંકવાદી હાફિઝ સઈદના રાઈટ હેન્ડ ગણાતા આમિર હમઝા પર પાકિસ્તાનમાં જીવલેણ હુમલો થયો છે. આમિરને લાહોરમાં અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી છે. જે બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યોછે. હાલમાં તેની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

યુનાઈટેડ સ્ટેટ્સ ટ્રેઝરી દ્વારા હમઝાનેઆતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે.મીડિયા રિપોર્ટ્સ દ્વારા મળતી માહિતી અનુસાર, આમિર હમઝા પર અજાણ્યા હુમલાખોરોએ લાહોરમાં એકન્યૂઝ ચેનલની ઓફિસની બહાર ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં આમિરને કથિત રીતે અનેક ગોળીઓ લાગીછે. હુમલા બાદ તેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આમિરની સ્થિતિ અંગે હોસ્પિટલ તરફથી હજુ કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
હાફિઝ સઈદ સાથે તેનો સંપર્ક સતત જળવાઈ રહ્યો
આમિર હમઝાની ગણતરી અફઘાન મુજાહિદીનના અનુભવી કમાન્ડરોમાં થાય છે. તેને હાફિઝ સઈદનો રાઈટહેન્ડ માનવામાં આવે છે. લશ્કરમાં આમિર હમઝાનું કામ ફંડ એકત્ર કરવાનું, નવી ભરતી કરવાનું અને અન્યપક્ષો સાથે ડીલ કરવાનું હતું. પાકિસ્તાનમાં દાવો કરવામાં આવે છે કે તે વર્ષોથી લશ્કર–એ–તૈયબામાં સક્રિયનથી.
વર્ષ ૨૦૧૮માં લશ્કર–એ–તૈયબા સાથે જોડાયેલા જમાત–ઉદ–દાવા અને ફલાહ–એ–ઇન્સાનિયતફાઉન્ડેશનમાં આર્થિક ગેરરીતિઓના આરોપો પછી હમઝાની લશ્કર સાથે દૂરી વધી હતી. ત્યારબાદ હમઝાએ‘જૈશ–એ–મનકફા’ નામનું એક અલગ ગ્રુપ બનાવ્યું હતું. જાેકે, એવું માનવામાં આવે છે કે હાફિઝ સઈદ સાથે તેનો સંપર્ક સતત જળવાઈ રહ્યો હતો.
હાફિઝ સઈદ ભારત માટે મોસ્ટ વોન્ટેડ આતંકવાદી છે. લશ્કર–એ–તૈયબાપર ભારતમાં થયેલા આતંકી હુમલાઓમાં સામેલ હોવાનો આરોપ છે. આમિર હમઝાનો સંબંધ પણ અનેકઆતંકવાદી પ્રવૃત્તિઓ સાથે માનવામાં આવે છે, જેમાં ભારતમાં થયેલા અનેક હુમલાઓ પણ સામેલ છે.