Last Updated on by Sampurna Samachar
હુમલામાં પરિવારના ત્રણ સભ્યોના મોતની માહિતી
હોર્મુઝ નજીકની ઘટનાથી સ્થાનિકોમાં ભયનો માહોલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઈરાનના કેશ્મ ટાપુ પર થયેલા એક હવાઈ હુમલાને લઈને ગંભીર ચર્ચા શરૂ થઈ છે. અહેવાલો અનુસાર, ગયા અઠવાડિયે અમેરિકી હુમલા દરમિયાન એક સ્થાનિક ટેક્સી ડ્રાઈવરના ઘર પર ભારે બોમ્બ પડ્યો હતો, જેમાં પરિવારના ત્રણ સભ્યોના મોત થયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ઘટનાને લઈને અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (ઝ્રઈદ્ગ્ર્ઝ્રંસ્)એ તપાસ શરૂ કરવાની વાત કહી છે. જાેકે, હુમલાનું ચોક્કસ કારણ અને લક્ષ્ય અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિષ્કર્ષ જાહેર થયો નથી.

મૃતકની ઓળખ કૈસર જાફરી તરીકે કરવામાં આવી છે, જે કેશ્મ વિસ્તારમાં ટેક્સી ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. અહેવાલ મુજબ, હુમલાના સમયે તેઓ પરિવાર સાથે ઘરે હાજર હતા. આ ઘટનામાં તેમની પત્ની ઝહરા અને પુત્રી સનાનું પણ મોત થયું હોવાનું જણાવવામાં આવ્યું છે, જ્યારે તેમના બે અન્ય બાળકો ઘાયલ થયા હતા અને તેમને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
બે ડઝનથી વધુ પરિવારોનુ સ્થળાંતર કરાયું
સ્થાનિક અહેવાલો અનુસાર, હુમલામાં ભારે શક્તિશાળી બોમ્બનો ઉપયોગ થયો હતો, જેના કારણે સમગ્ર મકાન ધરાશાયી થઈ ગયું અને ઘટનાસ્થળે અંદાજે ૩૦ ફૂટ જેટલો પહોળો ખાડો સર્જાયો હતો. આસપાસના રહેણાંક વિસ્તારમાં પણ નુકસાન થયું હોવાનું જણાવવામાં આવ્યું છે. કેશ્મ ટાપુ પર મોટી સંખ્યામાં સ્થાનિક લોકો વસવાટ કરે છે અને આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ જાેવા મળી રહ્યો છે.
અમેરિકી સેન્ટ્રલ કમાન્ડના પ્રવક્તા કેપ્ટન ટિમ હોકિન્સે જણાવ્યું છે કે તેઓ ઘટનાસંબંધી અહેવાલોથી વાકેફ છે અને સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે અમેરિકી સૈન્યનો હેતુ ક્યારેય નાગરિકોને નિશાન બનાવવાનો નથી અને તપાસ પૂર્ણ થયા બાદ જ હકીકતો સ્પષ્ટ થશે.
ઈરાની અધિકારીઓના જણાવ્યા અનુસાર, હુમલા બાદ કેશ્મ ટાપુના અસરગ્રસ્ત વિસ્તારમાંથી બે ડઝનથી વધુ પરિવારો સુરક્ષાના કારણોસર અન્ય સ્થળોએ સ્થળાંતર કરી ચૂક્યા છે. કેશ્મ ટાપુ હોર્મુઝ સ્ટ્રેટની નજીક આવેલો હોવાથી તે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ વિસ્તાર માનવામાં આવે છે. આ જળમાર્ગ વૈશ્વિક તેલ અને ગેસ પુરવઠા માટે મહત્વનો હોવાથી અહીં થતી કોઈપણ સૈન્ય કાર્યવાહી પર સમગ્ર વિશ્વની નજર રહે છે.
હાલમાં આ ઘટનાને લઈને વિવિધ દાવા અને પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. હુમલાનું ચોક્કસ કારણ, લક્ષ્ય અને જવાબદારી અંગે અંતિમ સ્થિતિ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થઈ શકશે.