Last Updated on by Sampurna Samachar
હિન્દુઓને મારવા સાવ સહેલા છે, મૌલવીની ધમકી
હિન્દુઓની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ અત્યાચારના અનેક અહેવાલો સામે આવ્યા છે. દરમિયાન, ઢાકામાં હિન્દુઓ વિરુદ્ધ ધમકીઓના અહેવાલો સામે આવી રહ્યા છે. ભારત વિરોધી ઉશ્કેરણી અને કટ્ટરપંથી પ્રવૃત્તિઓ માટે જાણીતો બાંગ્લાદેશી મૌલવી અને આતંકવાદી નેતા હારુન ઇઝહારે ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદન આપીને હંગામો મચાવ્યો છે. સૂત્રો અનુસાર, એક રેલી દરમિયાન, બાંગ્લાદેશી નેતા હારુન ઇઝહારે ખુલ્લેઆમ હિન્દુઓ વિરુદ્ધ ધમકીઓ આપી છે. હારુન ઇઝહાર અલ-કાયદા સાથે સંકળાયેલો હોવાનું પણ કહેવાય છે.

સૂત્રો અનુસાર, એક કાર્યક્રમમાં, હારુન ઇઝહારે કથિત રીતે કહ્યું હતું કે હિન્દુઓને સરળતાથી મારી શકાય છે. તે એમ પણ કહ્યું હતું કે તેમને પોતે કંઈ કરવાની જરૂર નથી કારણ કે તેમના (હિન્દુઓના) પોતાના લોકો તે કરવા માટે પૂરતા છે. હારુન ઇઝહારના કથિત નિવેદનથી બાંગ્લાદેશમાં હિન્દુઓની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. આ નિવેદનનો વીડિયો સામે આવ્યા બાદ ચિંતા વધી ગઈ છે. હિન્દુઓ સામેના કથિત ખતરાએ ફરી એકવાર બાંગ્લાદેશમાં લઘુમતીઓની સુરક્ષા અંગે પ્રશ્નો ઉભા કર્યા છે.
રણધીર જયસ્વાલે સુરક્ષા પરિષદ મોનિટરિંગ કમિટીના રિપોર્ટ ઉલ્લેખ કર્યો
થોડા દિવસો પહેલા જ, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની દેખરેખ ટીમના એક અહેવાલમાં બાંગ્લાદેશમાં અલ કાયદાના વધતા પ્રભાવ અને કટ્ટરપંથીકરણ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. અહેવાલ મુજબ, છઊૈંજી એક છૂટાછવાયા સંગઠનમાંથી એક મુખ્ય પ્રાદેશિક આતંકવાદી નેટવર્કમાં વિકસિત થઈ રહ્યું છે. આતંકવાદીઓ મોટી ટુકડીઓને બદલે નાના, છુપાયેલા એકમો દ્વારા કાર્ય કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
કટ્ટરપંથી ઇસ્લામિક સંગઠન હેફાઝત-એ-ઇસ્લામ સાથે જોડાયેલો એક વરિષ્ઠ વ્યક્તિ અને ધર્મગુરુ મુફ્તી ઇઝહારુલ ઇસ્લામનો પુત્ર મુફ્તી હારૂન બિન ઇઝહાર, જેને હારૂન ઇઝહાર તરીકે પણ ઓળખવામાં આવે છે તે ફરી એકવાર ગંભીર પ્રાદેશિક સુરક્ષા ચિંતાઓના કેન્દ્રમાં આવ્યો છે. તેની તાજેતરની પ્રવૃત્તિઓએ ભારત, બાંગ્લાદેશ અને દક્ષિણ એશિયામાં કટ્ટરપંથી નેટવર્ક પર નજર રાખતી અન્ય દેશોની ગુપ્તચર એજન્સીઓનું પણ ધ્યાન ખેંચ્યું છે. તે અનેક વખત પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે.
આ દરમિયાન, ભારતે બાંગ્લાદેશમાં અલ-કાયદા સાથે જોડાયેલા તત્વોની કથિત પ્રવૃત્તિઓ અને ત્યાં આતંકવાદના વધતા ખતરા પર ચિંતા વ્યક્ત કરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે આતંકવાદ અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓ બધા દેશો માટે ચિંતાનો વિષય છે.
તેમણે આ પડકારનો એકસાથે સામનો કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. એક પત્રકાર પરિષદમાં, વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે તાજેતરના સુરક્ષા પરિષદ મોનિટરિંગ કમિટીના રિપોર્ટનો પણ ઉલ્લેખ કર્યો હતો.
તેમણે કહ્યું હતું કે રિપોર્ટમાં અલ-કાયદા સાથે જોડાયેલા વ્યક્તિઓ અને તેમની પ્રવૃત્તિઓ વિશે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. રિપોર્ટમાં લાલ કિલ્લા પાસે થયેલા આતંકવાદી હુમલા પાછળ કથિત વ્યક્તિઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
રિપોર્ટને ટાંકીને, જયસ્વાલે કહ્યું હતું કે તેમાં ખાસ કરીને “રેડ-૪” આતંકવાદી હુમલામાં સામેલ હોવાના કથિત લોકોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભારત કહે છે કે આતંકવાદના ખતરાનો સામનો કરવા માટે પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે તમામ દેશો વચ્ચે સહયોગ જરૂરી છે.