Last Updated on by Sampurna Samachar
દુર્ઘટનામાં ૧૫ લોકોના મોત તો ૫૦ થી વધુ ઈજાગ્રસ્ત
બ્લાસ્ટથી આસપાસની ઇમારતોને પણ નુકસાન પહોંચ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાના કોહાટમાં મોટી દુર્ઘટનાના સમાચાર છે. જ્યાં પોલીસ લાઇન પાસે મોટો બ્લાસ્ટ થતાં ૧૫ લોકોના મોત થયા છે, જ્યારે ૫૦થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમાં પોલીસકર્મીઓ પણ સામેલ હોવાની માહિતી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, બ્લાસ્ટ નમાજ દરમિયાન થયો હતો. વિસ્ફોટ એટલો જાેરદાર હતો કે મસ્જિદની બહાર મોટો ખાડો પડી ગયો. બહારનો ભાગ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયો અને એક દીવાલ પણ પડી ગઈ.
પોલીસે કોહાટ-હંગુ રોડને બંધ કરી દેવાયો
વિસ્ફોટકથી ભરેલી એક કાર જૂની પોલીસ લાઇન્સના ગેટ સાથે અથડાઈ. કાર અથડાયા પછી જાેરદાર બ્લાસ્ટ થયો અને ગોળીબાર પણ થયો. હોસ્પિટલ તંત્ર મુજબ ૧૫ મૃતદેહ અને ૫૦થી વધુ ઈજાગ્રસ્તોને લાવવામાં આવ્યા છે.
પોલીસે કોહાટ-હંગુ રોડને તમામ પ્રકારની અવરજવર માટે બંધ કરી દીધો છે. પોલીસ લાઇન આસપાસ વધારાનું પોલીસ બળ તૈનાત કરવામાં આવ્યું છે. રેસ્ક્યૂ અધિકારીઓના જણાવ્યા અનુસાર, બ્લાસ્ટથી આસપાસની ઇમારતોને પણ નુકસાન પહોંચ્યું છે.
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે કોહાટ પોલીસ લાઇન્સમાં થયેલા બ્લાસ્ટની નિંદા કરી છે. સંબંધિત અધિકારીઓ પાસેથી બ્લાસ્ટના સ્વરૂપ અને તેના કારણો અંગે રિપોર્ટ પણ માગ્યો છે. રાહત અને બચાવ કામગીરી ઝડપી કરવાની સાથે અસરગ્રસ્ત લોકોને તમામ શક્ય મદદ પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો.