નેપાળમાં કુદરતી કહેરથી ચારેકોર વિનાશ

Share this Article:

Last Updated on by Sampurna Samachar

સતત ત્રણ દિવસથી પૂર અને ભારે વરસાદે વિનાશ સર્જ્યો

થોડી જ સેકન્ડમાં જમીનનો ભાગ ધસી પડ્યો

(સંપૂર્ણ સમાચાર સેવા)

નેપાળમાં કુદરતી કહેરથી ચારે તરફ તબાહી સર્જાઇ છે. વાત કરીએ તો સતત ત્રણ દિવસથી થઈ રહેલા ભારે વરસાદે અનેક વિસ્તારોમાં વિનાશ સર્જ્યો છે. પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓ વચ્ચે હવે પહાડનો મોટો હિસ્સો તૂટીને કાલી ગંડકી નદીમાં ખાબકતો હોવાનો ભયાનક વીડિયો સામે આવ્યો છે. જેમાં થોડી જ સેકન્ડમાં માટી અને પથ્થરો સાથે પહાડનો વિશાળ ભાગ નીચે ધસી આવતો અને નદીમાં સમાઈ જતો જાેવા મળે છે. ભારે વરસાદને કારણે દેશના અનેક જિલ્લાઓમાં જનજીવન ખોરવાયું છે.

વાયરલ વીડિયોમાં શરૂઆતમાં પહાડનો ઢોળાવ સામાન્ય સ્થિતિમાં જાેવા મળે છે. અચાનક તેનો ઉપરનો ભાગ તૂટવા લાગે છે અને માટી, પથ્થરો તથા કાટમાળનો મોટો જથ્થો ઝડપથી નીચે તરફ ધસી આવે છે. થોડી જ ક્ષણોમાં પહાડનો મોટો હિસ્સો કાલી ગંડકી નદીમાં ખાબકી જાય છે.

અત્યાર સુધીમાં ૭૪૭ પરિવારો અસરગ્રસ્ત થયા

ઘટનાસ્થળ નજીક હાજર લોકોમાં ગભરાટ ફેલાયો હતો. પહાડ પરથી ધસી આવેલા કાટમાળના કારણે નદીનો પ્રવાહ પણ પ્રભાવિત થયો હોવાનું સામે આવ્યું છે. સતત વરસાદને કારણે આવા વિસ્તારોમાં વધુ ભૂસ્ખલનનો ભય પણ યથાવત્ છે. મનંગ, મ્યાગ્દી, બાગલુન્ગ, પર્વત અને પાલ્પા સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાં સામેલ છે.

ઉપલબ્ધ માહિતી અનુસાર બાગલુન્ગમાં ૧૦, મ્યાગ્દીમાં ૬ અને મનંગમાં ૨ લોકોનાં મોત થયા છે. લુમ્બિની પ્રાંતના પાલ્પામાં ૫ લોકોનાં મોત થયાં છે, જ્યારે ધનુષાના મિથિલા વિસ્તારમાં ભૂસ્ખલનને કારણે એક વ્યક્તિનું મોત થયું છે. કુલ ૧૪ લોકો લાપતા હોવાની માહિતી છે. તેમાં મનંગના ૧૦, મ્યાગ્દીના ૩ અને બાગલુન્ગના એક વ્યક્તિનો સમાવેશ થાય છે. અનેક લોકો ઘાયલ પણ થયા છે.

ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનથી અત્યાર સુધીમાં ૭૪૭ પરિવારો સીધી રીતે અસરગ્રસ્ત થયા છે. ૧૪૩ મકાનો સંપૂર્ણપણે નષ્ટ થયા છે, જ્યારે ૫૧ મકાનોને આંશિક નુકસાન થયું છે.
ગંડકી પ્રાંતમાં નુકસાન ખાસ નોંધપાત્ર છે. અહીં ૧૯૫ મકાનો સંપૂર્ણપણે નષ્ટ થયા હોવાનું જણાવાયું છે, જ્યારે ૨૬ મકાનોને આંશિક નુકસાન થયું છે. વધુમાં લગભગ ૨૭૦ મકાનો હજુ જાેખમ હેઠળ હોવાનું જણાવવામાં આવ્યું છે.

કુદરતી આફતને કારણે લગભગ ૧,૫૦૦ લોકોને પોતાના ઘર છોડીને સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરવાની ફરજ પડી છે. પર્વત જિલ્લામાં નુકસાન ગંભીર હોવાનું જણાવવામાં આવ્યું છે. અહીં ૧૦૬ મકાનો સંપૂર્ણપણે નષ્ટ થયા છે અને ચાર મકાનોને આંશિક નુકસાન થયું છે.

આ નુકસાનને કારણે પર્વત જિલ્લામાં ૧૬૨ પરિવારોના આશરે ૫૪૦ લોકો વિસ્થાપિત થયા છે. અનેક વિસ્તારોમાં રસ્તા, પુલ અને વીજળી સાથે જાેડાયેલા માળખાને પણ નુકસાન થયું છે.

નેપાળના પર્વતીય વિસ્તારોમાં સતત વરસાદને કારણે ભૂસ્ખલનનું જાેખમ વધ્યું છે. નદીઓમાં પાણીનું સ્તર વધતા પૂર જેવી સ્થિતિ ઊભી થઈ છે અને અનેક સ્થળોએ રસ્તાઓ અવરોધિત થયા છે.

સ્થાનિક પ્રશાસન અને બચાવ ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી ચલાવી રહી છે. જાેકે, સતત વરસાદ અને ભૂસ્ખલનના જાેખમને કારણે રાહત કામગીરી પણ પડકારજનક બની છે. અધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને વધુ નુકસાન અટકાવવા માટે જાેખમી વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી ચાલી રહી છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.