Last Updated on by Sampurna Samachar
એરસ્પેસ વાપરવાની પરવાનગી ન મળતા સ્થિતિ સર્જાઇ હોવાની માહિતી
બાંગ્લાદેશ જઈ રહેલ કાર્ગો વિમાન પાકિસ્તાને અટકાવ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
બ્રહ્માંડ અને વૈશ્વિક રાજકારણમાં એક નવો વળાંક આવ્યો છે, જ્યાં પાકિસ્તાનની એક અડચણને કારણે રશિયાથી બાંગ્લાદેશ જઈ રહેલું યુરેનિયમ કાર્ગો વિમાન સમયસર પહોંચી શક્યું નથી. બાંગ્લાદેશના પ્રથમ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ માટે મોકલવામાં આવેલા આ ઇંધણની સપ્લાયમાં અસ્થાયી વિલંબ થયો છે.

AI IMAGE
બાંગ્લાદેશમાં નિર્માણ પામી રહેલા રૂપપુર ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાટે ન્યુક્લિયર ફ્યુઅલ (યુરેનિયમ) લઈને આવતું વિમાન નિર્ધારિત સમયે બાંગ્લાદેશ પહોંચી શક્યું નથી. પાકિસ્તાન દ્વારા એરસ્પેસ વાપરવાની પરવાનગી ન મળવાને કારણે આ સ્થિતિ સર્જાઈ છે. યુરેનિયમ લઈને આવતું આ કાર્ગો વિમાન ૨૪ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ બાંગ્લાદેશ પહોંચવાનું હતું, પરંતુ અંતિમ ક્ષણે પાકિસ્તાનની મંજૂરી ન મળવાથી તે ખોરવાઈ ગયું.
આગામી મહિનાની શરુઆતમાં નવી તારીખ આવી શકે
બાંગ્લાદેશના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયના સંયુક્ત સચિવ શેખ મોહમ્મદ તૌહિદુલ ઇસ્લામના જણાવ્યા અનુસાર, ઢાકાના હજરત શાહજલાલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી હતી અને અધિકારીઓ વિમાનની રાહ જાેઈ રહ્યા હતા. જાે કે, રશિયાની પરમાણુ ઊર્જા કંપની ‘રોસાટોમ‘ ના સંપર્ક અધિકારીએ એરસ્પેસ ક્લિયર ન હોવાની માહિતી આપી હતી. પાકિસ્તાને કયા કારણોસર એરસ્પેસ બ્લોક કર્યું તે હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ હવે આ કાર્ગોની ડિલિવરી માટે ઓક્ટોબરના પહેલા અઠવાડિયાની નવી તારીખ પ્રસ્તાવિત કરવામાં આવી છે.
રૂપપુર ન્યુક્લિયર પાવર પ્લાન્ટ એ બાંગ્લાદેશનો સૌથી પહેલો પરમાણુ પાવર પ્રોજેક્ટ છે, જે પબના જિલ્લાના રૂપપુર ગામમાં બનાવવામાં આવી રહ્યો છે. રશિયાની રોસાટોમ કંપનીની ટેક્નોલોજી અને બાંગ્લાદેશ એટોમિક એનર્જી કમિશનની દેખરેખ હેઠળ આ પ્રોજેક્ટ તૈયાર થઈ રહ્યો છે.
અગાઉ, આ પ્લાન્ટની યુનિટ-૧ માટે લો એન્રિચ્ડ યુરેનિયમની પહેલી ખેપ કડક સુરક્ષા અને ‘ગ્રીન કોરિડોર‘ બનાવીને સુરક્ષિત રીતે સાઇટ પર પહોંચાડવામાં આવી ચૂકી છે.