યુદ્ધની સ્થિતિ વચ્ચે ચિંતાજનક અહેવાલ

Share this Article:

Last Updated on by Sampurna Samachar

LPG સપ્લાય ઠીક થવામાં એક કે બે મહિના નહીં ૩-૪ વર્ષ લાગી શકે

સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં જહાજોની અવરજવર ખોરવાતા એનર્જી સપ્લાય ચેઈન ખરાબ રીતે પ્રભાવિત થઈ છે

(સંપૂર્ણ સમાચાર સેવા)​

દુનિયાભરમાં મિડિલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષની અસર હવે ગેસ અને તેલની સપ્લાય પર દેખાઈ રહી છે. ભારત તેની LPG ગેસની જરૂરિયાત માટે મોટાપાયે મિડિલ ઈસ્ટ પર ર્નિભર છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં જહાજોની અવરજવર ખોરવાતા અને ઇઝરાયલ-ઈરાન વચ્ચેના તણાવને કારણે એનર્જી સપ્લાય ચેઈન ખરાબ રીતે પ્રભાવિત થઈ છે. અહેવાલો મુજબ, આ સપ્લાયને ફરીથી સામાન્ય થવામાં મહિનાઓ નહીં પણ વર્ષો લાગી શકે છે.

અહેવાલો અનુસાર, સરકારી અધિકારીઓએ સંકેત આપ્યા છે કે, ગ્લોબલ LPG સપ્લાય ચેઈન જે રીતે ખોરવાઈ છે, તેને સંપૂર્ણપણે પાટા પર આવતા ઓછામાં ઓછા ૩ થી ૪ વર્ષ કે તેથી વધુ સમય લાગી શકે છે.

કુલ વપરાશના ૬૦%  LPG વિદેશોથી મંગાવે

અત્યારે એ સ્પષ્ટ નથી કે, ઉત્પાદન માત્ર કામચલાઉ ધોરણે અટક્યું છે કે કાયમી નુકસાન થયું છે, પરંતુ સપ્લાયર્સ તરફથી મળતી માહિતી ભારત માટે ચિંતાજનક છે. આ સ્થિતિને કારણે ભારત માટે આયાતનું જોખમ અને ખર્ચ બંને વધી શકે છે. વિવિધ રિપોર્ટ્સ મુજબ, સપ્લાયનો રસ્તો બદલવા અને અન્ય દેશો પાસેથી ગેસ લેવાના પ્રયાસો છતાં LPG સામાન્ય સપ્લાયમાં ૪૦ થી ૫૦ ટકા જેટલી અછત રહેવાની શક્યતા છે. એટલે કે તમામ પ્રયાસો પછી પણ સપ્લાય પહેલા જેટલો સરળ નહીં રહે.

ઉલ્લેખનીય છે કે, યુદ્ધ પહેલા ભારતનો ૯૦% LPG સપ્લાય સ્ટ્રેટ ઓફ હોર્મુઝના રસ્તે થતો હતો. જે હવે ઘટીને માત્ર ૫૫% રહ્યો છે. ભારત તેની કુલ વપરાશના ૬૦%  LPG વિદેશોથી મંગાવે છે. દેશમાં દર વર્ષે અંદાજે ૩૩ મિલિયન ટન LPG માગ છે. ભારત પાસે માત્ર ૧૫ દિવસનો વપરાશ ચાલે તેટલો જ સ્ટોરેજ છે. ભારતનો ૯૨% સપ્લાય સાઉદી અરેબિયા, કતાર, કુવૈત અને ઓમાન જેવા ખાડી દેશોમાંથી આવે છે.

સરકાર હાલમાં સમય જેવી જ વ્યૂહરચના અપનાવી રહી છે, અન્ય દેશો પાસેથી આયાત વધારવા ઉપરાંત સપ્લાયના રૂટ બદલવા અને ઘરેલું ઉત્પાદન વધારવા પર ભાર આપવામાં આવી રહ્યો છે.

માંગને નિયંત્રિત કરવાના ઉપાયો પણ અજમાવાઇ રહ્યા છે. મોંઘા LPG ની સીધી અસર હોટલ, રેસ્ટોરન્ટ અને નાના ઉદ્યોગો પર પડશે. જો  આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ વધશે તો સરકાર પર ઘરેલું સિલિન્ડર માટે સબસિડીનું ભારણ પણ વધી શકે છે. જો  કે, સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય હાલમાં એ જ છે કે સામાન્ય લોકોના ઘરો સુધી LPG પહોંચવામાં કોઈ મોટી સમસ્યા ન સર્જાય.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.