Last Updated on by Sampurna Samachar
વિરોધ કરશે, તેને લાંબા સમય સુધી કિંમત ચૂકવવી પડશે
નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, આપણે ઇતિહાસ રચવા જઈ રહ્યા છીએ, દેશને એક નવી દિશા મળશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
સંસદનું ત્રણ દિવસીય વિશેષ સત્ર ગુરુવારથી શરૂ થયું છે. જેમાં આજે પહેલા દિવસે ત્રણ બિલ રજૂ પેશથતાં જ ભારે હોબાળો મચી ગયો હતો. કોંગ્રેસે બિલ રજૂ થતાં જ કહ્યું હતું કે, સરકાર સંવિધાનને હાઇજેક કરવામાંગે છે. જ્યારે સમાજવાદી પાર્ટીના સાંસદ ધર્મેન્દ્ર યાદવે કહ્યું હતું કે, જ્યાં સુધી મુસ્લિમ મહિલાઓને આરક્ષણનહીં આપવામાં આવે, ત્યાં સુધી આનો કોઈ અર્થ નથી.

આના પર અમિત શાહે કહ્યું હતું કે, મુસ્લિમોને ધર્મનાઆધારે આરક્ષણ અસંવૈધાનિક છે. અખિલેશ યાદવે કહ્યું કે, આખો દેશ અડધી વસ્તીને આરક્ષણ આપવામાંગે છે. હું જાણવા માંગું છું કે મુસ્લિમ મહિલાઓ માટે શું? આના પર અમિત શાહે જવાબ આપ્યો કે, સમાજવાદી પાર્ટી તેની તમામ ટિકિટ મુસ્લિમ મહિલાને આપી દે, અમને કોઈ જ વાંધો નથી. જે બાદ આ બિલ લોકસભામાં રજૂ કરવા જાેઈએ કે નહીં, તેના માટે વોટિંગ કરાવવામાં આવી હતી. જેમાં ૨૦૭ વોટમાં હા લખેલુંહતું. એટલે કે બિલ રજૂ કરવાની તરફેણમાં ૨૦૭ વોટ મળ્યા હતા.
દેશનીઅડધી વસ્તી રાષ્ટ્ર નિર્માણમાં ફાળો આપશે
આ બાદ બપોરે ૩ વાગ્યે વડાપ્રધાન મોદીએ લોકસભામાં મહિલા આરક્ષણ પર પોતાની વાત મૂકી. લોકસભામાંમહિલા અનામત અને સીમાંકન વિષય પર બોલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, આપણે ઇતિહાસરચવા જઈ રહ્યા છીએ, દેશને એક નવી દિશા મળશે. દેશની અડધી વસ્તી રાષ્ટ્ર નિર્માણમાં ફાળો આપશે. તેમણે કહ્યું કે, મેં પહેલા પણ કહ્યું છે કે આપણે ભાગ્યશાળી છીએ કે રાષ્ટ્ર નિર્માણ માટે નીતિ નિર્માણ પ્રક્રિયામાં દેશનીઅડધી વસ્તીને સામેલ કરવાની તક મળી છે. આપણે બધા સાંસદોએ આ તક હાથમાંથી ન જવા દેવી જોઈએ.
પીએમ મોદીએ કહ્યું કે, મને વિશ્વાસ છે કે આ મંથનમાંથી નીકળતું અમૃત માત્ર દેશના રાજકીય પરિદૃશ્યને જનહીં, પરંતુ દેશની દિશા અને સ્થિતિને પણ આકાર આપશે. તેઓએ કહ્યું કે, ૨૧મી સદીમાં, ભારત નવાઆત્મવિશ્વાસ સાથે આગળ વધી રહ્યું છે. આપણે વિશ્વભરમાં ભારતની સ્વીકૃતિ અનુભવી રહ્યા છીએ. આપણામાટે સમય આવી ગયો છે. આ વિકસિત ભારત સાથે જોડાયેલું છે.
તેમણે કહ્યું કે, મારું માનવું છે કે વિકસિત ભારત ફક્ત રોડ, રેલ કે માળખાગત સુવિધાઓના આંકડાઓ વિશેનથી, પણ દેશની અડધી વસ્તી નીતિનિર્માણમાં ભાગ લે તે વિશે પણ છે. આપણે પહેલાથી જ મોડું થઈ ગયું છે. દરેક વ્યક્તિએ આ સ્વીકારવું જોઈએ. જ્યારે આપણે એકલા મળીએ છીએ, ત્યારે આપણે સંમત થઈએછીએ કે હા, આ જરૂરી છે. પરંતુ જેઓ ફક્ત રાજકીય દ્રષ્ટિએ વિચારે છે, તેમના માટે હું એક મિત્ર તરીકે એકસલાહ આપવા માંગુ છું, જે મદદરૂપ થશે.
પીએમ મોદીએ કહ્યું કે, આપણા દેશમાં જ્યારે–જ્યારે મહિલા આરક્ષણને લઈને ચર્ચા થઈ અને ત્યારબાદજ્યારે–જ્યારે ચૂંટણી આવી છે, ત્યારે મહિલાઓને મળતા આ અધિકારોનો જેઓએ વિરોધ કર્યો હતો, મહિલાઓએ તેમને માફ કર્યા નથી. એટલે કે મહિલાના અધિકારોનો વિરોધ કરનારને સૌથી ખરાબ પરિણામભોગવવા પડ્યા છે. ૨૦૨૪ની ચૂંટણીમાં આવું બન્યું નહોતું, કારણ કે ત્યારે કોઈએ વિરોધ કર્યો નહોતો અનેબિલને સર્વસંમતિથી પસાર કરી દેવામાં આવ્યું હતું. તે સમયે બધા એકસાથે હતા.
તેમણે કહ્યું કે, હું કહું છું કે જો આપણે સાથે મળીને ચાલીએ, તો ઇતિહાસ સાક્ષી છે કે આ ફક્ત એકવ્યક્તિની તરફેણમાં નહીં, પરંતુ દેશના લોકશાહીની તરફેણમાં આવશે. આપણે બધા તેના હકદાર હોઈશું. તેથી જેમને આમાં રાજકારણની ગંધ આવે છે તેમણે પોતાના પર શું પરિણામ આવશે તેનો વિચાર કરવો જોઈએ. આથી કોઈએ આને રાજકીય રંગ આપવાની કોઈ જરૂર નથી.
મહિલા અનામતના સંદર્ભમાં સીમાંકનના મુદ્દાનેસંબોધતા પીએમ મોદીએ સ્પષ્ટતા કરી કે આ ર્નિણય લેવાની પ્રક્રિયા કોઈની સાથે ભેદભાવ કરશે નહીં, કેહાલના પ્રમાણસર પ્રતિનિધિત્વમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે, આપણે એ ભ્રમમાં ન રહેવુંજાેઈએ કે આપણે કંઈક આપી રહ્યા છીએ, પરંતુ તે તેમનો હક છે, જે વર્ષોથી અટવાયેલો હતો.
હવે આ યોગ્યસમયે છે, તેમને તેમનો હક આપવાનો. આપણે જાણીએ છીએ કે પહેલા આ મામલે કેવી ચાલાકીઓ થઈ. પરંતુહવે કોઈની હિંમત નથી કે ૩૩ ટકા મહિલા અનામતનો વિરોધ કરી શકે. પીએમ મોદીએ કહ્યું કે, આપણે આબાબતમાં પહેલાથી જ વિલંબ કરી દીધો છે – તેની પાછળના કારણો ગમે તે હોય, અથવા તેના માટે કોઈ પણ જવાબદાર હોય – અને આપણે આ વાસ્તવિકતા સ્વીકારવી જોઈએ.
હું જાણું છું કે જ્યારે આ પ્રક્રિયા ચાલીરહી હતી, ત્યારે તમામ રાજકીય પક્ષો સાથે પરામર્શ કરવામાં આવ્યો હતો. ફક્ત એક પક્ષ સિવાય, અમે જે–જેપક્ષોને મળ્યા તેમાંથી કોઈએ પણ સૈદ્ધાંતિક વાંધો ઉઠાવ્યો ન હતો. પછી ભલે ગમે તે બન્યું હોય, હવે અત્યારેરાજકીય માર્ગ અપનાવવામાં આવી રહ્યો છે.
પીએમ મોદીએ કહ્યું કે મહિલાઓ કહે છે કે: “તમે અમને સફાઈ અને કચરા ઉપાડવા જેવા કામોમાં સામેલ કરો છો, પરંતુ હવે, અમને ર્નિણય લેવાની પ્રક્રિયામાં સામેલ કરો – અને ર્નિણય લેવાની પ્રક્રિયા વિધાનસભાઓ અનેલોકસભામાં થાય છે.” તેથી, રાજકીય જીવનમાં પ્રગતિ કરવા માંગતા લોકોએ સ્વીકારવું જોઈએ કે, છેલ્લા૨૫થી ૩૦ વર્ષોમાં મહિલાઓ પાયાના સ્તરે નેતાઓ તરીકે ઉભરી આવી છે. તેઓ ફક્ત તે સ્તરે જ નહીં પરંતુઅહીં પણ તમારા ર્નિણયોને પ્રભાવિત કરવા માટે તૈયાર છે. આજે જે લોકો આનો વિરોધ કરશે, તેમને લાંબાગાળે ભારે કિંમત ચૂકવવી પડશે.