ફ્લાઇટના કેટલાક મુસાફરોની તબિયત બગડી

Share this Article:

Last Updated on by Sampurna Samachar

સ્પાઇસ જેટની ફ્લાઇટમાં બન્યો બનાવ

કેબિનમાં તીવ્ર ગરમી અને ભેજનું પ્રમાણ વધ્યું હતુ

(સંપૂર્ણ સમાચાર સેવા)

દિલ્હીથી પૂણે જતી ફ્લાઇમાં AC બગડી જવાનો કિસ્સો સામે આવ્યો હતો. મુસાફરોથી ભરેલી સ્પાઇસ જેટની ફ્લાઇટ ટેકઑફ થાય તે પહેલાં જ પાર્કિંગ બેમાં પાછી ફરવું પડ્યું હતું. દિલ્હીથી પૂણે જતી ફ્લાઇટની AC સિસ્ટમ ખરાબ થઈ ગઈ હતી, જેના કારણે કેબિનમાં તીવ્ર ગરમી અને ભેજનું પ્રમાણ વધ્યું હતું.

સ્પાઈસ જેટની ફ્લાઇટમાં AC બગડતાં અફરાતફરી સર્જાઈ હતી, તેવામાં મુસાફરોએ કહ્યું કે, શ્વાસ નથી આવતો, ગેટ ખોલોપ જેમાં પરિસ્થિતિ એટલી બગડી ગઈ કે ૧૦૦થી વધુ મુસાફરોએ મુસાફરી ચાલુ રાખવાનો ઇન્કાર કરી દીધો હતો. કેટલીક મહિલા મુસાફરોની તબિયત લથડતાં તેઓને વ્હીલચેરમાં ટર્મિનલ લઈ જવી પડી હતી.

ઘટના અંગે સ્પાઇસજેટ પાસે માંગવામાં આવ્યો જવાબ

ફ્લાઇટમાં સવાર એક મુસાફરે જણાવ્યું કે, દિલ્હીથી આવતી ફ્લાઇટ રાત્રે ૯:૩૦ વાગ્યે ઉપડવાની હતી, પરંતુ તે મોડી પડી હતી અને ૧૧:૩૦ વાગ્યે ફરીથી શેડ્યૂલ કરવામાં આવી હતી. ફ્લાઇટમાં ચઢતી વખતે મુસાફરોને કેબિન ખૂબ જ ગરમ અને ભેજવાળી લાગ્યું હતું. જેમાં AC કામ કરતું ન હોવાનું જણાયું હતું.

શરૂઆતમાં મુસાફરોએ ધીરજ રાખી કારણ કે ટેક્સી, ટેકઑફ તથા ફ્લાઇટનો દરવાજા બંધ થયા પછી AC સંપૂર્ણપણે ચાલુ થઈ જાય છે. પરંતુ રનવે પર લગભગ ૪૦થી ૪૫ મિનિટ સુધી ટેક્સી કર્યા પછી પણ AC ચાલુ થયું નહોતું.

ઘણા મુસાફરોને તીવ્ર ગરમી અને વેન્ટિલેશનના અભાવે ગૂંગળામણ થવા લાગી હતી. જ્યારે તેમણે કેબિન ક્રૂને AC ચાલુ કરવાનું કહ્યું, ત્યારે તેમને ફક્ત બેસી રહેવાનું કહેવામાં આવ્યું હતું. મુસાફરોમાં ગર્ભવતી મહિલાઓ પણ હતી અને પરસેવાથી લથપથ ઘણા લોકો બેભાન થવાને આરે હતા. આનાથી મુસાફરોમાં રોષ ફેલાયો હતો, તેઓ પોતાની સીટ પરથી ઊભા થયા અને ફ્લાઇટના દરવાજાે ખોલવાનો આગ્રહ કર્યો હતો અને તાત્કાલિક ટેકઑફ અટકાવવાની માગ કરી હતી

મુસાફરો દ્વારા ભારે વિરોધને ધ્યાનમાં રાખીને ટેકઑફ રદ કરવામાં આવ્યું હતું અને ફ્લાઇટને પાછી લાવવામાં આવી હતી. આખરે ક્રૂએ દરવાજા ખોલ્યા અને મુસાફરોને નીચે ઉતાર્યા. ફ્લાઇટમાંથી ઉતર્યા પછી ઘણા મુસાફરોએ એરલાઇન સામે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો અને સીધા જ ટાર્મેક પર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ઉશ્કેરાયેલા મુસાફરોએ સ્પાઇસજેટ બંધ કરોના નારા લગાવ્યા હતા.

ઘણી મહિલાઓને એક કલાકથી વધુ સમય સુધી ગરમીમાં ફસાયા બાદ ચક્કર આવવા લાગ્યા હતા. તેમને વ્હીલચેરની મદદથી ટર્મિનલ બિલ્ડિંગમાં લઈ જવામાં આવી હતી. હોબાળા બાદ સ્પાઇસજેટે મુસાફરો માટે બીજી ફ્લાઇટની વ્યવસ્થા કરી હતી. આ વૈકલ્પિક ફ્લાઇટ સવારે ૫:૩૦ વાગ્યે દિલ્હીથી રવાના થઈ અને સવારે ૭:૦૦ વાગ્યે પૂણે પહોંચી હતી. સમગ્ર ઘટના અંગે સ્પાઇસજેટ પાસેથી જવાબ માંગવામાં આવ્યો છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.