Last Updated on by Sampurna Samachar
ગૃહિણી માટે સૌથી સારા સમાચાર
ખેડૂતો પાસે ગત સિઝનની મગફળીનો સ્ટોક પડ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
વધતી જતી મોંઘવારી વચ્ચે ગૃહિણીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. વાત કરીએ તો તેલના ભાવમાં ઘટાડો થયો છે. આ તરફ તેલના ભાવમાં ઘટાડાનું મુખ્ય કારણ છે કે સરકારે ટેકાના ભાવે મગફળી વેચવા કાઢી અને ખેડૂતો પાસે હજુ ગત સિઝનની મગફળી સ્ટોક હોવાથી ભાવ ઘટ્યા હોવાનુ મનાય છે.
મળતી માહિતી મુજબ સિંગતેલમાં રૂ.૫૦ અને કપાસિયા તેલના ભાવમાં રૂ. ૪૦ નો ઘટાડો નોંધાયો છે. તો સિંગતેલના ૧૫ કિલો ડબ્બાનો ભાવ રૂ.૨૪૯૦ થયા છે જ્યારે કપાસિયા તેલના ૧૫ કિલો ડબ્બાનો ભાવ રૂ. ૨૨૨૦ છે. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ડબ્બામાં રૂ. ૨૦૦નો ઘટાડો નોંધાયો છે.
ખાદ્યતેલના ભાવ હજુ ઘટે તેવી શકયતા
મહત્વનું છે કે, ગરમીને કારણે ખાદ્યતેલની ડિમાન્ડમાં ઘટાડો નોંધાયો છે. આ સાથે નવી મગફળીની બમ્પર આવક થતા ખાદ્યતેલના ભાવ ઘટ્યા છે. એક ચર્ચા મુજબ આગામી દિવસોમાં ખાદ્યતેલના ભાવ હજુ ઘટે તેવી શકયતા છે.