Last Updated on by Sampurna Samachar
દબાણ ન કરવા અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા તંત્રની અપીલ
એસ્ટેટ શાખા અને સિટી-એ. ડિવિઝનની સંયુક્ત કાર્યવાહી
(સંપૂર્ણ સમાચાર સેવા)
જામનગર શહેરમાં મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા અને સિટી-એ. ડિવિઝન પોલીસ દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જ્યાં શહેરના સજુબા સ્કૂલ નજીક ટ્રાફિકમાં અવરોધરૂપ બનેલી શાકભાજીની લારીઓ દૂર કરાઈ હતી.

માર્ગ વ્યવસ્થા સુચારૂ રહે તેમજ વાહનચાલકોને અવરજવરમાં મુશ્કેલી ન પડે તે હેતુથી દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. કાર્યવાહી દરમિયાન તંત્ર દ્વારા લારીચાલકોને માર્ગ પર દબાણ ન કરવા અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા સૂચનાઓ પણ આપવામાં આવી હતી.
પાલિકાની કચેરીમાં શાક માર્કેટમાંથી જથ્થો જમા કરાયો હતો
પોલીસ બંદોબસ્તની સાથે જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા શાક માર્કેટના વિસ્તાર ઉપરાંત સજુબા સ્કૂલ સહિતના વિસ્તારમાંથી શાકભાજીની બે લારી, ઉપરાંત ૧૦ થી વધુ વજન કાંટા, શાકભાજીની લારીમાં ગોઠવાતી છત્રી, બે ડઝનથી વધુ શાક બકાલા રાખવાના કેરેટ વગેરે જપ્ત કરવામાં આવ્યા હતા, અને મહાનગરપાલિકાની કચેરીમાં જમા કરાવી દેવાયા છે.