મહિલા અનામત લાગૂ કરવાની તૈયારીઓ

Share this Article:

Last Updated on by Sampurna Samachar

લોકસભા સીટો ૮૫૦ કરવાનો પ્રસ્તાવ

બિલમાં મતવિસ્તારોનું ફરીથી નિર્ધારણ કરવા માટે વર્ષ ૨૦૧૧ની વસ્તી ગણતરીના આંકડાને આધાર બનાવવામાં આવશે.

(સંપૂર્ણ સમાચાર સેવા)​

પહેલા દેશની સંસદનું બિલ્ડિંગ બદલાયું અને હવે સંસદના નીચલા ગૃહ લોકસભાના વિસ્તરણની તૈયારીઓથઈ રહી છે. લોકસભા અને વિધાનસભાઓમાં મહિલાઓને ૩૩ ટકા અનામત મુદ્દે સરકાર બિલ સંસદમાં રજૂકરવાની તૈયારી કરી રહી છે.

જો  તેના પર મહોર  લાગી જશે તો લોકસભાની સીટોમાં વધારો થઈ જશે અનેહાલ જે ૫૪૩ સીટો છે તે વધીને ૮૫૦ સુધી પહોંચી શકે છે. અંગેનું બિલ ૧૬ એપ્રિલના રોજ લોકસભામાં રજૂથઈ શકે છે. હવે તમને સવાલ થશે કે તે લાગૂ થયા બાદ કયા રાજ્યમાં કેટલી લોકસભા સીટો થશે કે ખાસજાણો.

૧૫ સીટો હતી તે વધીને ૩૫ સીટો થઈ જશે

જોગવાઈઓમાં કહેવાયું છે કે રાજ્યોને ૮૧૫ સીટો આપવામાં આવશે. જેની સંખ્યા પહેલા ૫૩૦ હતી. જ્યારે કેન્દ્રશાસિત પ્રદેશો પાસે જે ૧૫ સીટો હતી તે વધીને ૩૫ સીટો થઈ જશે. બિલમાં મતવિસ્તારોનું ફરીથીનિર્ધારણ કરવા માટે વર્ષ ૨૦૧૧ની વસ્તી ગણતરીના આંકડાને આધાર બનાવવામાં આવશે. સરકારે જે ત્રણ બિલ લાવવા જઈ રહી છે તેમાં બંધારણ ૧૩૧મું સંશોધન બિલ ૨૦૨૬, પરિસીમન બિલ ૨૦૨૬ તથા કેન્દ્રશાસિત કાનૂન સંશોધન બિલ ૨૦૨૬ સામેલ છે.

બિલમાં લોકસભા અને વિધાનસભાઓમાં એક તૃતિયાંશ સીટો મહિલાઓ માટે અનામત રાખવાની જોગવાઈછે. જેમાં અનુસૂચિત જાતિ અને જનજાતિની મહિલાઓ માટે પણ અનામત સામેલ હશે. અનામત રોટેશનનાઆધાર પર લાગૂ થશે, એટલે અલગ અલગ ચૂંટણીઓમાં અલગ અલગ સીટો મહિલાઓ માટે અનામત કરવામાં આવશે. મહિલાઓ માટે અનામત ૧૫ વર્ષ સુધી લાગૂ રહેશે. એટલે કે ૨૦૨૯, ૨૦૩૪ અને ૨૦૩૯નીચૂંટણી સુધી.

અનામત સીટો દર ચૂંટણીમાં બદલાતી રહેશે. જેથી કરીને મહિલાઓને દરેક જગ્યાએ પ્રતિનિધિત્વ મળી શકશે. વર્તમાન લોકસભા કે વિધાનસભાની સંરચના તેના કાર્યકાળ સમાપ્ત થવા સુધી યથાવત રહેશે અને દરમિયાન થનારી પેટાચૂંટણી જૂના પરીસિમનના આધારે કરાવવામાં આવશે.

એવું માનવામાં આવી રહ્યું છે કે ઉત્તરના રાજ્યોમાં નવી સીટોની સંખ્યામાં ખાસ વધારો જાેવા મળશે. ૮૦ સીટોધરાવતા ઉત્તર પ્રદેશમાં સંખ્યા વધીને ૧૨૫ થઈ શકે છે. જ્યારે બિહારમાં લોકસભાની સીટો ૪૦થી વધીને ૬૨અને મહારાષ્ટ્રમાં ૪૮ સીટોથી વધીને ૭૫ થઈ શકે છે. એવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે કે તમિલનાડુમાંસીટોની સંખ્યા વધીને ૨૯થી ૬૧ થઈ શકે છે. કેરળમાં પણ આંકડો ૨૦ થી વધીને ૩૧ થઈ શકે છે.

ગુજરાતની વાત કરીએ તો હાલ જે ચર્ચા છે તે મુજબ ગુજરાતની લોકસભા સીટો ૨૬ છે જે વધીને ૩૯ થઈ શકેછે. (પ્રસ્તાવિત) જ્યારે વિધાનસભા સીટો હાલ જે ૨૭૨ છે તેમાં ૮૦ સીટોનો વધારો થઈ શકે છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.