અમદાવાદમાં રથયાત્રાની તૈયારીઓ શરૂ કરાઈ

Share this Article:

Last Updated on by Sampurna Samachar

ભગવાન જગન્નાથના મામા બનવા સરસપુરમાં ડ્રો યોજાયો

અખાત્રીજના દિવસે ભગવાનના રથોનું પૂજન કરવામાં આવ્યું હતું

(સંપૂર્ણ સમાચાર સેવા)​

અમદાવાદના ઐતિહાસિક જમાલપુર સ્થિત જગન્નાથ મંદિર ખાતે ગત ૨૦ એપ્રિલે અક્ષય તૃતીયાના મંગલ પર્વ પર ૧૪૯મી રથયાત્રાની તૈયારીઓનો વિધિવત પ્રારંભ થયો હતો. દર વર્ષની પરંપરા મુજબ આ દિવસે ભગવાનના રથોનું પૂજન કરવામાં આવ્યું હતું.

મંદિરના મહંત અને ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે રથપૂજનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. હવે ભગવાનના મામા બનવા માટે સરસપુર ખાતે ડ્રો યોજાયો હતો. જેમાં શહેરના મેમનગરના દવે પરિવારને આ તક મળી છે.

તેજસભાઈ દવે ભગવાનના મામા બનશે

અમદાવાદમાં ભગવાન જગન્નાથની ૧૪૯મી રથયાત્રાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ગત અખાત્રીજના દિવસે ભગવાનના રથોનું પૂજન કરવામાં આવ્યું હતું. હવે ભગવાનના મામા બનવા માટે સરસપુર ખાતે ડ્રો યોજવામાં આવ્યો હતો. જેમાં શહેરના મેમનગરમાં રહેતા દવે પરિવારને આ મોકો મળ્યો છે. તેજસભાઈ દવે ભગવાનના મામા બનશે.

સાત વર્ષ સુધી રાહ જો યા બાદ હવે તેમને આ તક મળી છે. ભગવાનનું મામેરુ તેઓ વાજતે ગાજતે કરશે.ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે ભગવાનને શીતળતા આપવા માટે અખાત્રીજના દિવસે મંદિરમાં ‘ચંદનયાત્રા‘ની શરૂઆત કરવામાં આવી હતી.આ પરંપરાગત વિધિમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રના વિગ્રહ પર ચંદનનો લેપ લગાવવામાં આવ્યો હતો.

માન્યતા મુજબ, અક્ષય તૃતીયાથી શરૂ થતી આ ચંદનયાત્રા દ્વારા ભગવાનને શીતળ શૃંગાર કરવામાં આવે છે.રથપૂજન બાદ હવે રથોના સમારકામ, રંગરોગાન અને અન્ય વ્યવસ્થાઓને આખરી ઓપ આપવાની કામગીરી તેજ કરવામાં આવશે.આ વર્ષે રથયાત્રા ૧૬ જુલાઈ, ૨૦૨૬ ના રોજ યોજાનાર છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.