દિલ્હીથી પરત ફરતી વખતે પોલીસકર્મીનુ અકસ્માતમાં મોત

Share this Article:

Last Updated on by Sampurna Samachar

રાજસ્થાન બ્યાવર વિસ્તારમાં સર્જાયો અકસ્માત

ચાલકે અચાનક સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો

(સંપૂર્ણ સમાચાર સેવા)

કલોલના સાંતેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બે પોલીસ જવાનો ફરજ માટે દિલ્હી ગયા હતા. જ્યાં પરત ફરતી વખતે રાજસ્થાનમાં તેમના વાહનનો અકસ્માત સર્જાયો હતો. જેમાં એક પોલીસ કર્મચારીનુ ઘટનાસ્થળે મોત નિપજ્યાની માહિતી મળી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર બે પોલીસ જવાનો વિનોદસિંહ અને બિરેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ રાઓલ એક કેસના સિલસિલામાં તપાસ માટે ખાનગી વાહન ભાડે કરી દિલ્હી ગયા હતા. દિલ્હી ખાતે તપાસની કામગીરી પૂર્ણ કરીને ગુજરાત પરત આવી રહ્યા હતા. દરમિયાન રાજસ્થાનના બ્યાવર વિસ્તારમાં વાહન ચાલકે અચાનક સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો અથવા કોઈ તકનીકી ખામીના કારણે વાહન હાઇવે પર ભયાનક રીતે પલટી ખાઈ ગયું હતું.

પોલીસકર્મીના અકાળે અવસાનથી પરિવારમાં શોકનો માહોલ

અકસ્માત એટલો જોરદાર હતો કે ગાડીના કુરચે-કુરચા ઉડી ગયા હતા. આ દુર્ઘટનામાં સાંતેજ પોલીસના પરાક્રમી જવાન બિરેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ રાઓલને માથાના તેમજ શરીરના ભાગે જીવલેણ ઇજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ અત્યંત દુખદ મોત નીપજ્યું હતું. બીજી તરફ, પોલીસ જવાન વિનોદસિંહને અનેક ગંભીર ઇજાઓ થતાં સ્થાનિક હાઇવે ઓથોરિટી દ્વારા તેમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા.

ત્યારે આ ગમખ્વાર અકસ્માતની જાણ ગાંધીનગર અને સાંતેજ પોલીસ મથકે થતાં જ સમગ્ર પોલીસ બેડામાં સન્નાટો અને શોક વ્યાપી ગયો હતો. ફરજ દરમિયાન જવાનના આવા અકાળે અવસાનથી પરિવાર સહિત સ્થાનિક પંથકમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.