સાપર ગામેથી પોલીસે દરોડો પાડી જુગારધામ ઝડપ્યું

Share this Article:

Last Updated on by Sampurna Samachar

જુગાર રમતા ૪ મહિલા સહિત ૬ ઝડપાયા

પોલીસે દરોડા સ્થળ પરથી કુલ રૂ. ૧૦,૮૭૦ રોકડા જપ્ત કરાયા

(સંપૂર્ણ સમાચાર સેવા)

જામનગર તાલુકાના સાપર ગામે જાહેરમાં પૈસાની હારજીતનો જુગાર રમતા ચાર મહિલા સહિત કુલ છ લોકોને પોલીસે ઝડપી પાડ્યા છે. કાર્યવાહી દરમિયાન પોલીસે રોકડા રૂ. ૧૦,૮૭૦ તથા જુગારમાં ઉપયોગમાં લેવાયેલા ગંજીપત્તાના ૫૨ પાનાં કબજે કર્યા છે. સમગ્ર મામલે સિક્કા પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, સિક્કા પોલીસ સ્ટેશનના સ્ટાફને બાતમી મળી હતી કે સાપર ગામે રામાપીર મંદિર નજીક કેટલાક લોકો જાહેર સ્થળે પૈસાની હારજીતનો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે ૨૨ જુલાઈની વહેલી સવારે સ્ટ્રીટ લાઇટના અજવાળામાં દરોડો પાડ્યો હતો.દરોડા દરમિયાન સ્થળ પરથી કેટલાક લોકો ગંજીપત્તાના પાનાં વડે જુગાર રમતા ઝડપાઈ ગયા હતા. પોલીસે દેવજીભાઈ ગોપાલભાઈ ભાંભી અને ખીમાભાઈ ભીમાભાઈ ભાંભી બંને રહે. સાપર ગામની અટકાયત કરી હતી.

સિક્કા પોલીસ સ્ટેશનમાં બનાવ અંગે ગુનો નોંધાયો

આ ઉપરાંત લીલાબેન દીપકભાઈ બથવાર, રાણીબેન ગોપાલભાઈ ભાંભી, રામીબેન હીરાભાઈ વિંઝુડા અને જયોત્સનાબેન ઉર્ફે જ્યોતિબેન દિનેશભાઈને કાયદાકીય પ્રક્રિયા મુજબ નોટિસ આપી મુક્ત કરવામાં આવ્યા હતા.

પોલીસે દરોડા દરમિયાન સ્થળ પરથી કુલ રૂ. ૧૦,૮૭૦ રોકડા તેમજ જુગારમાં ઉપયોગમાં લેવાયેલા ૫૨ ગંજીપત્તાના પાનાં કબજે કર્યા હતા. જપ્ત કરાયેલા મુદ્દામાલને કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સિક્કા પોલીસ સ્ટેશનમાં આ સમગ્ર બનાવ અંગે ગુનો નોંધવામાં આવ્યો છે.

 

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.