Last Updated on by Sampurna Samachar
પબ એન્ડ રેસ્ટોરાં સામે COTPA એક્ટ હેઠળ નોંધાઇ FIR
બ્રાન્ચ બેંગ્લુરુ, દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ગુરુગ્રામમાં બ્રાન્ચ
(સંપૂર્ણ સમાચાર સેવા)
બેંગ્લુરુમાં ક્રિકેટર વિરાટ કોહલીની પબ વન ૮ કમ્યૂન (ONE8 COMMUNE) વિરુદ્ધ કર્ણાટક પોલીસે FIR નોંધી છે. આ પબ બેંગ્લુરુના રત્નમ કોમ્પ્લેક્સના છઠ્ઠા માળે આવેલું છે. કમ્બન પાર્ક પોલીસે વિરાટના આ પબ એન્ડ રેસ્ટોરાં સામે COTPA એક્ટ (સિગારેટ અને અન્ય તંબાકુ ઉત્પાદક કાયદા) ના ઉલ્લંઘનનો આરોપ મૂકતાં FIR નોંધી છે.
વિરાટની આ પબ સામે COTPA એક્ટની કલમ ૪ અને ૨૧ હેઠળ કેસ દાખલ થયો છે. કેમ કે રેસ્ટોરાંમાં ધૂમ્રપાન માટે કોઇ સ્મોકિંગ ઝોન નથી. કાયદા હેઠળ જાહેર સ્થળોએ ધૂમ્રપાન માટે કડક નિયમો નક્કી કરાયા છે અને વિરાટની પબ દ્વારા તેનું પાલન નહોતું કરાઇ રહ્યું જે ગુનાની શ્રેણીમાં આવે છે.
રેસ્ટોરાં માટે કોઈ નો સ્મોકિંગ ઝોન નહીં
વન ૮ કમ્યૂન સામે અગાઉ પણ કાર્યવાહી થઇ ચૂકી છે. ગત વર્ષે જૂનમાં પણ તેની સામે FIR નોંધવામાં આવી હતી. BMC એ ડિસેમ્બરમાં રેસ્ટોરાંને ફાયર વિભાગની NOC ન લેવા બદલ નોટિસ ફટકારી હતી. ઉલ્લેખનીય છે કે વિરાટની આ પબ એન્ડ રેસ્ટોરાં ચેઈનની બ્રાન્ચ બેંગ્લુરુ, દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ગુરુગ્રામ જેવા શહેરોમાં પણ છે.
પબ પર COTPA અધિનિયમની કલમ ૪ અને ૨૧ અંતર્ગત કેસ નોંધાયેલો છે. રેસ્ટોરાં માટે કોઈ નો સ્મોકિંગ ઝોન પણ નથી. પબમાં સ્મોકિંગ સંબંધિત જરૂરી નિયમોનું પાલન કરવામાં આવી રહ્યુ ન હોવાથી સુઓ મોટો કેસ દાખલ કરવામાં આવ્યો છે.
વિરાટ કોહલી (KOHLI) ના વન ૮ કોમ્યુનને અગાઉ ૨૦૨૪ માં પણ નોટિસ ફટકારવામાં આવી હતી. ગત વર્ષે જૂનમાં FIR થઈ હતી. બાદમાં બેંગ્લુરૂ મહાનગર પાલિકાએ પણ ડિસેમ્બર,૨૦૨૪ માં રેસ્ટોરાં પાસે ફાયર સેફ્ટી સંબંધિત NOC ન હોવાથી નોટિસ ફટકારી હતી.