Last Updated on by Sampurna Samachar
હાપા વિસ્તારમાં મહિલા અને તેણીના પુત્ર–પુત્રી સહિત ત્રણ ઉપર છરીથી હુમલા
ફરિયાદીના ડાબા હાથની ટચલી આંગળીમાં બટકું ભરી ઇજા પહોંચાડી, જેમાં ૬થી ૭ ટાંકા લેવા પડ્યા હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
જામનગર શહેરના હાપા વિસ્તારમાં સામાન્ય બોલાચાલી મામલે ઉગ્ર ઝઘડો સર્જાતા એક મહિલા અને તેણીના પુત્ર તેમજ પુત્રીને માર મારી ઇજા પહોંચવાના બનાવમાં પોલીસે ત્રણ આરોપી ભાઈઓ સામે ગુનો નોંધ્યો છે.

જામનગરના પંચકોશી “એ” ડીવી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૧૫(૨), ૧૧૮(૧), ૩૫૨, ૫૪ તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫(૧) મુજબ કાર્યવાહી કરવામાં આવી છે. ફરિયાદી નીતુબેન વાલજીભાઈ રાઠોડ (ઉ.વ.૪૦), રહે. હાપા જવાહરનગર–૧ દ્વારા નોંધાવેલી ફરિયાદ મુજબ, તા.૧૨/૦૪/૨૦૨૬ના બપોરે તેઓપોતાના મકાન બહાર બેઠેલા હતા ત્યારે પાડૉશમાં રહેતો આરોપી મુકેશ ગોહીલ મોબાઇલમાં અશ્લીલ ગાળોબોલતો હતો.
મોબાઇલમાં અશ્લીલ ગાળો બોલતો
તેને ગાળો ન બોલવા કહેતાં મુકેશ ઉશ્કેરાઈ જઈ બોલાચાલી કરી ઝઘડો કર્યો અને ફરિયાદીનાડાબા હાથની ટચલી આંગળીમાં બટકું ભરી ઇજા પહોંચાડી, જેમાં ૬થી ૭ ટાંકા લેવા પડ્યા હતા.ફરિયાદીનિતુબેનને બચાવવા તેમના ભાઈ ભાવેશભાઈ અને માતા રામીબેન વચ્ચે પડતાં આરોપી મુકેશના અન્ય ભાઈઓકૌશિક ઉર્ફે કાળુ ગોહીલ અને બીપીન ગરોડા પણ સ્થળ પર આવી જાેડાયા હતા.
આ દરમિયાન કૌશિકે છરીજેવા હથિયારથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં ફરિયાદીની માતા રામીબેનને હાથમાં ઇજા પહોંચી હતી. આ બનાવ દરમિયાન આરોપીઓએ જાહેરનામા મુજબ હથિયાર પર પ્રતિબંધ હોવા છતાં તેનો ભંગ કર્યો હોવાનુંપણ સામે આવ્યું છે. પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે અને આગળની તપાસ હાથ ધરવામાંઆવી રહી છે.