નારી વંદન સંમેલનમાં PM મોદીને હૂંકાર

Share this Article:

Last Updated on by Sampurna Samachar

મહિલા આરક્ષણનું લક્ષ્ય હું પૂરૂં કરીને જ રહીશ

તેમનું મુખ્ય લક્ષ્ય લોકસભા અને વિધાનસભાઓમાં મહિલા અનામતનો અમલ કરવાનું છે

(સંપૂર્ણ સમાચાર સેવા)​

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં ‘નારી શક્તિ વંદન સંમેલન‘ દરમિયાન કાશી અને દેશને આશરે ?૬,૩૫૦ કરોડના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સની ભેટ આપી છે. આ કાર્યક્રમ માત્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ઉદ્ઘાટન પૂરતો સીમિત ન રહ્યો, પરંતુ પ્રધાનમંત્રીએ દેશની મહિલાઓને રાજકીય મુખ્યધારામાં લાવવા માટેના તેમના મક્કમ નિર્ધારને પણ ફરી એકવાર દોહરાવ્યો છે.

પીએમ મોદીએ સભાને સંબોધતા કાશીને માતા અન્નપૂર્ણા, માતા શ્રૃંગાર ગૌરી અને ગંગા મૈયા જેવી દૈવી શક્તિઓની ભૂમિ ગણાવી હતી. તેમણે કહ્યું કે જ્યારે આટલી મોટી સંખ્યામાં બહેનો અને દીકરીઓ એકઠી થાય છે, ત્યારે આ પ્રસંગ ખરેખર દિવ્ય બની જાય છે.

દેશની નારી શક્તિને ખાતરી આપી

કાશીના સાંસદ તરીકે તેમણે મહિલાઓના આશીર્વાદ માંગ્યા અને સ્પષ્ટ કર્યું કે તેમનું મુખ્ય લક્ષ્ય લોકસભા અને વિધાનસભાઓમાં મહિલા અનામતનો અમલ કરવાનું છે.મહિલા અનામત બિલ મુદ્દે પીએમ મોદીએ ભૂતકાળના પ્રયાસોનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, અગાઉ સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ જેવા પક્ષોના અવરોધને કારણે આ પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા. જોકે, તેમણે દેશની નારી શક્તિને ખાતરી આપી હતી કે, “હું તમારા અનામત અધિકારોનો અમલ થાય તે માટે કોઈ કસર બાકી નહીં રાખું અને આ લક્ષ્ય કોઈપણ કિંમતે પ્રાપ્ત કરીશ.”

રેલવે કનેક્ટિવિટીમાં નવો અધ્યાય: અમૃત ભારત ટ્રેનો

વિકાસના ઉત્સવના ભાગરૂપે પ્રધાનમંત્રીએ બે નવી ‘અમૃત ભારત એક્સપ્રેસ‘ ટ્રેનોને લીલી ઝંડી બતાવી રવાના કરી હતી:

૧. વારાણસી થી પુણે (હડપસર)

૨. અયોધ્યા થી મુંબઈ (લોકમાન્ય તિલક ટર્મિનલ)

આ આધુનિક ટ્રેનો ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરશે. પીએમએ જણાવ્યું કે હવે મુંબઈ અને પુણેના ભક્તો માટે અયોધ્યા ધામ અને કાશી વિશ્વનાથ ધામ સુધી પહોંચવા માટે વધુ સુવિધાજનક અને આધુનિક વિકલ્પ ઉપલબ્ધ બન્યો છે.

અંતમાં પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે આજે નારી શક્તિ વંદનની સાથે વિકાસનો પણ ઉત્સવ છે. ભારતને ૨૦૪૭ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાનું જે મિશન ચાલી રહ્યું છે, તેમાં મહિલાઓનું યોગદાન સર્વોપરી રહેશે. કાશીમાં લોન્ચ થયેલા આ પ્રોજેક્ટ્સ સ્થાનિક રોજગારી અને પ્રવાસનને વેગ આપવા સાથે સામાન્ય જનતાની સુખાકારીમાં વધારો કરશે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.