Last Updated on by Sampurna Samachar
વડોદરાની વધુ એક ગાયકવાડી ઇમારત ભયજનક બની
અપના બજાર તેમજ સરદાર સ્કૂલ આવેલા છે જે ઈમારત જર્જરીત બનતા સ્કુલ બંધ કરવામાં આવી છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરા શહેરમાં ગાયકવાડી રાજા સમયની ઇમારતો ધીમે ધીમે ભયજનક બની રહી છે ત્યારે માંડવી નજીકનીવધુ એક ઇમારતનો ભાગ ધરાશાયી થવાનું બનાવ બન્યો છે.વડોદરા શહેરમાં ગાયકવાડ પરિવારના જુના રહેઠાણ તરીકે ઓળખાતા માંડવી વિસ્તારના સરકારવાડામાં હવેદુકાનો, અપના બજાર તેમજ સરદાર સ્કૂલ આવેલા છે. જે ઈમારત જર્જરીત બનતા સ્કુલ બંધ કરવામાં આવી છે.

ગાયકવાડી ઇતિહાસની સાક્ષીરૂપ ઉપરોક્ત ઈમારત આજે પણ શિલ્પ અને સ્થાપત્યના પ્રેમીઓ જાેવા માટેઆવતા હોય છે. હેરિટેજ વોકમાં પણ આ ઇમારતનો સમાવેશ કરવામાં આવ્યો છે.
છેલ્લા કેટલાક સમયથી જર્જરીત બનેલી આ ઈમારત પ્રત્યે તંત્રનું ઉદાસીન વલણ હોવાને કારણે વારંવારરજૂઆતો કરવા છતાં તેની મરામત કરવામાં આવી નથી. પરિણામે આજે અપના બજારની ઉપરનો ભાગધડાકાભેર તૂટી પડતા લોકોમાં નાસભાગ મચી હતી.ફાયર બ્રિગેડ આવી જતા ઇમારતના કેટલા ભાગને સુરક્ષિત કરવામાં આવ્યો હતો. જે દરમિયાન ટ્રાફિક જામથતાં પોલીસની મદદ લેવામાં આવી હતી. આ બનાવમાં કોઈ જાનહાની ના અહેવાલ નથી.