કડાણા વોટર પ્લાન્ટમાં ઝેરી ક્લોરિન ગેસ લીક થતાં અફરા તફરી

Share this Article:

Last Updated on by Sampurna Samachar

એક કર્મચારીને ઝેરી ગેસની અસર થઇ

આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી

(સંપૂર્ણ સમાચાર સેવા)

દાહોદ શહેરની સરકારી એન્જિનિયરિંગ કોલેજ પાછળ આવેલા કડાણા વોટર સપ્લાય પ્લાન્ટમાંથી એક અત્યંત ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અહીં પ્લાન્ટમાં અચાનક જ કેમિકલ પ્રોસેસિંગ માટે વપરાતો ઝેરી ક્લોરિન ગેસ લીક થતાં સમગ્ર વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી. ગેસની તીવ્ર ગંધ હવામાં પ્રસરતા લોકોને આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી, જેને પગલે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.

ઘટનાની ગંભીરતાને જોતા પ્લાન્ટના સત્તાધીશો દ્વારા તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડ અને ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસને જાણ કરવામાં આવી હતી. આ દુર્ઘટનામાં પ્લાન્ટમાં ફરજ બજાવતા એક કર્મચારીને ઝેરી ગેસની અસર થતાં ચક્કર આવી ગયા હતા અને તેઓ બેભાન જેવા થઈ ગયા હતા. તેમને તાત્કાલિક અસરથી ૧૦૮ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

વિશિષ્ટ ટેકનિકલ એક્સપર્ટ્સ ટીમે તપાસ કરી હતી

વહીવટી તંત્ર દ્વારા સુરક્ષાના પગલારૂપે પ્લાન્ટની આસપાસના અને એન્જિનિયરિંગ કોલેજ નજીકના તમામ રહીશોને તાત્કાલિક ધોરણે સલામત સ્થળે દૂર જતા રહેવા માટે કડક સૂચના આપવામાં આવી છે. બીજી તરફ, ફાયર બ્રિગેડની ટીમ અને વિશિષ્ટ ટેકનિકલ એક્સપર્ટ્સ ધરાવતી ટીમ યુદ્ધના ધોરણે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે કોઈપણ મોટી હોનારત ન સર્જાય તે માટે સમગ્ર પ્લાન્ટ અને આસપાસના વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.