વોટર લિસ્ટમાંથી નામ નીકળી જવાના ડરથી બંગાળીઓમાં ગભરાટ

Share this Article:

Last Updated on by Sampurna Samachar

મત નહીં આપો તો મતદાર યાદીમાં નામ રદ થશે

અફવાના કારણે બંગાળના લાખો શ્રમિકોની ઘરવાપસી

(સંપૂર્ણ સમાચાર સેવા)​

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી ૨૦૨૬ને લઈને પરપ્રાંતમાં રહેતા બંગાળી મતદારોમાં ભારે ઉત્સાહ અને સાથે એક પ્રકારનો ડર પણ જોવા મળી રહ્યો છે. દિલ્હી, મુંબઈ, કેરળ, ચેન્નાઈ અને સુરત જેવા મોટા શહેરોમાંથી હજારોની સંખ્યામાં લોકો પોતાના વતન પરત ફરી રહ્યા છે.

ખાસ કરીને માલદા અને મુર્શિદાબાદ જેવા મુસ્લિમબહુમતી ધરાવતા જિલ્લાઓમાં જનારાઓની સંખ્યા ઘણી મોટી છે. રેલવે સ્ટેશનો પર મુસાફરોની ભારે ભીડનેકારણે સ્થિતિ પરપ્રાંતિયોના પલાયન જેવી જોવા મળી રહી છે. રેલવે દ્વારા વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી રહીછે હોવા છતાં સ્ટેશનો ખચાખચ ભરેલા જોવા મળે છે.

મતદાર યાદીમાંથી નામ કાઢી નાખવામાં આવશે

સ્થિતિ પાછળનું મુખ્ય કારણ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનનો ડર હોવાનું મનાય છે. સોશિયલ મીડિયા, વૉટ્સએપ અને વતનમાં રહેતા સગાસંબંધીઓ દ્વારા ફેલાવવામાં આવેલા મેસેજમાં એવો દાવો કરાઈ રહ્યો છેકે જો  વખતે મતદાન નહીં કરવામાં આવે તો મતદાર યાદીમાંથી નામ કાઢી નાખવામાં આવશે.

લોકોમાંએવો ડર છે કે જો  નામ કમી જશે તો ભવિષ્યમાં રેશન કાર્ડ કે બેન્ક એકાઉન્ટ ખોલાવવામાં અને સરકારી દસ્તાવજો  બનાવવામાં મોટી મુશ્કેલી પડશે. મુંબઈ જેવા શહેરોમાં તો લોકો જનરલ ડબ્બામાં જગ્યા મેળવવામાટે બપોરથી લાઈનો લગાવી રહ્યા છે.

બીજી તરફ, સુરતના ઉધના રેલવે સ્ટેશન પર ૧૯ એપ્રિલે ભીડ એટલી વધી ગઈ હતી કે પરિસ્થિતિને કાબૂમાંલેવા માટે પોલીસને હળવો લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો. રેલવેના જણાવ્યા અનુસાર, અફવાઓને કારણે અફરાતફરી સર્જાય તે માટે ૨૧,૦૦૦થી વધુ મુસાફરોને વિશેષ ટ્રેનો મારફતે રવાના કરવામાં આવ્યા છે.

માત્રભારત નહીં, પરંતુ વિદેશોમાં વસેલા  પણ વખતે બંગાળના ભવિષ્ય માટે મતદાન કરવા પરત ફરીરહ્યા છે. બેલ્જિયમ, ઓસ્ટ્રેલિયા અને સિલિકોન વેલી જેવા વિસ્તારોમાંથી આવેલા મતદારોનું કહેવું છે કે તેઓબંગાળના વિકાસ અને પરિવર્તન માટે પોતાનો મતાધિકાર વાપરવા આતુર છે.

ચૂંટણીના માહોલ વચ્ચે સર્જાયેલી ભીડમાં કેટલાક લોકો પરિવર્તનની આશા સાથે જઈ રહ્યા છે, તો કેટલાકલોકો પોતાના અને પોતાની આવનારી પેઢીના અસ્તિત્વ તેમજ સરકારી દસ્તાવેજોને સુરક્ષિત રાખવા માટે વતનપહોંચી રહ્યા છે. પશ્ચિમ રેલવે અને વહીવટી તંત્ર દ્વારા મુસાફરોની સુવિધા અને સુરક્ષા માટે વધારાનો સ્ટાફ અનેસુરક્ષા દળો તહેનાત કરવામાં આવ્યા છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.