Last Updated on by Sampurna Samachar
સચિન GIDC ની હોજીવાલા ઈન્ડસ્ટ્રીમાં ભીષણ આગ
કાપડનો જથ્થો હોવાને કારણે આગ ઝડપથી પ્રસરી હતી, જેને કાબૂમાં લેવા માટે ફાયરના જવાનો ભારે જહેમત ઉઠાવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
દક્ષિણ ગુજરાતના ઉદ્યોગ નગરી ગણાતા સુરત શહેરમાં ફરી એકવાર આગની મોટી દુર્ઘટના સામે આવી છે. સુરતના સચિન GIDC વિસ્તારમાં આવેલી હોજીવાલા ઈન્ડસ્ટ્રીમાં આજે અચાનક ભીષણ આગ ફાટીનીકળી હતી. હોજીવાલા કમ્પાઉન્ડમાં આવેલી ‘ગોપી નીટિંગ‘ નામની કાપડ બનાવતી કંપનીમાં લાગેલી આઆગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે.

આગ એટલી ભીષણ હતી કે, તેના ધુમાડાના ગોટેગોટા દૂર–દૂર સુધી જાેવા મળ્યા હતા. ઘટનાની ગંભીરતાને જોતા સુરત ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક ‘મેજર કોલ‘ જાહેર કરવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતા જસચિન, ભેસ્તાન અને માન દરવાજા સહિતના વિવિધ ફાયર સ્ટેશનોથી ફાયર ફાઈટરોનો કાફલો ઘટના સ્થળેદોડી આવ્યો છે. કાપડનો જથ્થો હોવાને કારણે આગ ઝડપથી પ્રસરી હતી, જેને કાબૂમાં લેવા માટે ફાયરનાજવાનો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.
કોઈના ફસાયા હોવાના સમાચાર પ્રાપ્ત થયા નથી
આગ લાગવાની ઘટનાની પ્રાથમિક માહિતી અનુસાર, ગોપી નીટિંગ કંપનીમાં કાપડના ઉત્પાદન દરમિયાનઅચાનક આગ લાગી હતી. જો કે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. શોર્ટ સર્કિટનેકારણે આગ લાગી હોવાની આશંકા સેવાઈ રહી છે, પરંતુ સત્તાવાર કારણ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
સદનસીબે, હજુ સુધી આ ઘટનામાં કોઈ જાનહાનિ કે કોઈના ફસાયા હોવાના સમાચાર પ્રાપ્ત થયા નથી.
સચિન GIDC એ સુરતનું મોટું ઇન્ડસ્ટ્રિયલ હબ છે. અહીં વારંવાર લાગતી આગની ઘટનાઓને પગલેસ્થાનિક ઉદ્યોગકારો અને શ્રમિકોમાં ચિંતા જોવા મળી રહી છે. હાલમાં ફાયર વિભાગ દ્વારા હાઈડ્રોલિકપ્લેટફોર્મ અને વોટર કેનન દ્વારા આગ પર કાબૂ મેળવવાના સતત પ્રયાસો ચાલુ છે. પોલીસ કાફલો પણસુરક્ષાના ભાગરૂપે ઘટના સ્થળે તૈનાત કરી દેવામાં આવ્યો છે.