Last Updated on by Sampurna Samachar
પંજાબ સરકારે રાઘવ ચઢ્ઢા પાસેથી z+ સિક્યોરિટી છીનવી લીધી
રાજ્યસભામાં પાર્ટીના ડેપ્યુટી લીડર પદેથી હટાવ્યાના થોડા દિવસ બાદ પંજાબ સરકાર તરફથી આ પગલું ઉઠાવવામાં આવ્યું.
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાને લઈ મોટા સમાચાર આવ્યા છે. પંજાબની ભગવંત માન સરકાર તરફથી રાઘવચઢ્ઢાને આપવામાં આવતી z+ સિક્યોરિટી કવર હટાવી દીધું છે.

આમ આદમી પાર્ટી દ્વારા રાઘવને રાજ્યસભામાં પાર્ટીના ડેપ્યુટી લીડર પદેથી હટાવ્યાના થોડા દિવસ બાદપંજાબ સરકાર તરફથી આ પગલું ઉઠાવવામાં આવ્યું છે. હવે સૂત્રો દ્વારા જાણવા મળે છે કે હવે રાઘવ ચઢ્ઢાનેકેન્દ્ર તરફથી z+ સિક્યોરિટી આપવામાં આવશે.
ઔપચારિક કેન્દ્રીય સુરક્ષા વ્યવસ્થા લાગુ
પંજાબના રાજકારણમાં હાલમાં હલચલ તેજ થઈ ગઈ છે. આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવચઢ્ઢાની z+ કેટેગરીની સુરક્ષાને પંજાબ પોલીસ દ્વારા પાછી લેવામાં આવી છે.
રિપોર્ટ અનુસાર, આ ર્નિણય ગયાઅઠવાડિયે લેવામાં આવ્યો અને પાર્ટી નેતૃત્વના તેમના સાથે વધતા મતભેદોના સંદર્ભમાં જાેવામાં આવી રહ્યુંછે. જો કે હવે તેમને કેન્દ્ર સરકાર તરફથી સુરક્ષા આપવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. હાલમાં દિલ્હી પોલીસનેતેમની સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યાં સુધી ઔપચારિક કેન્દ્રીય સુરક્ષા વ્યવસ્થા લાગુ નથીથતી.
આમ આદમી પાર્ટીની અંદર ચાલી રહેલા આ વિવાદે રાજકારણમાં નવી ચર્ચાને જન્મ આપ્યો છે. હાલમાં જપાર્ટીએ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભામાં ઉપનેતા પદેથી હટાવી દીધા હતા. આ ર્નિણય પર પ્રતિક્રિયા આપતા ચઢ્ઢાએ કહ્યું હતું કે તેમને હરાવ્યા નથી, પણ ચૂપ કરાવવાની કોશિશ કરી છે.
તેમના આ નિવેદનને પાર્ટી નેતૃત્વનીવિરુદ્ધ ડાયરેક્ટ મેસેજ તરીકે જોવામાં આવે છે. પાર્ટીના અમુક નેતાઓએ ચઢ્ઢા પર આરોપ લગાવ્યો છે કેતેમને સંસદમાં પંજાબ સાથે જોડાયેલા મુદ્દાને પ્રભાવી રીતે નથી ઉઠાવ્યા અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ આક્રમકવલણ અપનાવવાની જગ્યાએ સોફ્ટ પીઆરમાં વધારે ધ્યાન આપ્યું. આ આરોપના કારણે પાર્ટી અને ચઢ્ઢાવચ્ચે ખાઈ વધતી ગઈ.
રાઘવ ચઢ્ઢાએ આ તમામ આરોપોને ફગાવી દીધા છે. તેમનું કહેવું છે કે સંસદમાં તેમનું કામ જનહિતના મુદ્દાઉઠાવવાનું છે. નહીં કે ખાલી હોબાળો કરવાનો. આ દરમ્યાન રાઘવ ચઢ્ઢા સોશિયલ મીડિયા દ્વારા સતત પોતાનીસક્રિયતા દેખાડી રહ્યા છે. તેમના કેટલાય વીડિયો અને પોસ્ટ શેર કરી પોતાના કામકાજને સામે રાખી રહ્યા છેઅને પાર્ટીની ટીકાનો જવાબ આપી રહ્યા છે.
હાલમાં જ તેમણે એક વીડિયો પર ઇન્ટરેસ્ટિંગ થોટ ટિપ્પણી કરીહતી. જેની ખૂબ ચર્ચા થઈ હતી. તેમાં સૂચનો આપવામાં આવ્યા હતા કે તેઓ પોતાની અલગ રાજનીતિક પાર્ટીબનાવવી જાેઈએ. તેનાથી તેમના ભવિષ્યને લઈને અટકળો તેજ થઈ ગઈ છે.