Last Updated on by Sampurna Samachar
મહારાષ્ટ્રનું અકોલા ૪૬.૯ ડિગ્રી સાથે દેશનું સૌથી હોટ શહેર
રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, પંજાબમાં સરેરાશ તાપમાન ૪૫ ડિગ્રીથી ઉપર, બાંદામાં પારો ૪૬.૬ ડિગ્રી સે.એ પહોંચ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
દેશમાં રવિવારે પણ આકાશમાંથી લૂ વરસતા કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત્ રહ્યો હતો. રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને પંજાબમાં સરેરાશ તાપમાન ૪૫ ડિગ્રીથી ઉપર રહ્યું હતું જ્યારે મહારાષ્ટ્રનું અકોલા ૪૬.૯ ડિગ્રી સાથેદેશનું સૌથી હોટ શહેર બન્યું હતું જ્યારે ઉત્તર પ્રદેશના બાંદામાં ૪૬.૬ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ઉત્તર ભારતસોમવારે પણ ગરમીમાં શેકાય તેવી શક્યતા છે.

હવામાન વિભાગે ચેતવણી આપી હતી કે હજુ આગામી કેટલાક દિવસો સુધી આકરી ગરમીનો સામનો કરવોપડી શકે છે. મહારાષ્ટ્રમાં આકાશમાંથી લૂ વરસી રહી છે. વિદર્ભમાં તમામ જિલ્લામાં રવિવારે ૪૩ થી ૪૬ ડિગ્રીવચ્ચે તાપમાન રહેતાં લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા.
૪૬ ડિગ્રી તાપમાન નોંધાતાં જનજીવન પર ઘેરી અસર
મહારાષ્ટ્રના અકોલામાં દેશનું સૌથી વધારે ૪૬.૯ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અકોલામાં સતત છેલ્લા ત્રણદિવસથી ૪૫ ડિગ્રીથી વધારે તાપમાન નોંધાઈ રહ્યું છે. અકોલામાં આ વર્ષનું આ સૌથી વધારે તાપમાન નોંધાયુંછે. બીજી તરફ અમરાવતીમાં પણ ૪૬.૮ તથા વર્ધામાં ૪૬ ડિગ્રી તાપમાન નોંધાતાં જનજીવન પર ઘેરી અસર વર્તાઈ હતી. ઉત્તર ભારતમાં પણ ગરમીએ રવિવારે ભારે કેર વર્તાવ્યો હતો.
ઉત્તર પ્રદેશના બાંદામાં ૪૬.૬ ડિગ્રીતાપમાન નોંધાયું હતું જ્યારે રાજ્યના અનેક શહેરોમાં સરેરાશ તાપમાન ૪૦થી ૪૫ ડિગ્રીની આસપાસ રહ્યું હતું. કાળઝાળ ગરમીના કારણે ભગવાન રામની નગરી અયોધ્યામાં પણ ભક્તોની ભીડ ઓછી થઈ ગઈ છે. અધિકારીઓએ કહ્યું કે, સામાન્ય દિવસોમાં અયોધ્યામાં દૈનિક ૧,૦૦,૦૦૦ શ્રદ્ધાળુઓ રામ લલાના દર્શને આવેછે ત્યારે હીટવેવના કારણે રવિવારે માત્ર ૪૦,૦૦૦ શ્રદ્ધાળુ આવ્યા હતા.
પંજાબ અને હરિયાણામાં રવિવારે નારનૌલ અને ભટિન્ડા સૌથી ગરમ સ્થળ રહ્યા હતા. નારનૌલમાં વિક્રમી ૪૪.૨ડિગ્રી સે. તેમજ ભટિંડામાં ૪૩.૭ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજસ્થાનના અનેક ભાગોમાં હીટવેવની સ્થિતિ રહીહતી.
બાડમેરમાં સૌથી વધુ ૪૬ ડિગ્રી સે. તાપમાન નોંધાયું હતું. હિમાલયન રાજ્ય જમ્મુ–કાશ્મીર પણ હીટવેવથીઅછૂતું રહ્યું નથી. જમ્મુ–કાશ્મીરમાં પણ અંગ દઝાડતી ગરમી અનુભવાઈ રહી છે. જમ્મુના કેટલાક વિસ્તારોસિવાયના ભાગોમાં પારો લઘુત્તમ તાપમાનથી ઉપર રહ્યો છે.
જમ્મુ સહિત કઠુઆ, રિયાસી, ઉધમપુર જેવા મેદાનીવિસ્તારો હીટવેવની અસર હેઠળ આવ્યા છે. જમ્મુ–કાશ્મીરના સાંબામાં ૪૨ ડિગ્રી જ્યારે જમ્મુ અને કઠુઆમાં ૪૦ડિગ્રી તાપમાન નોંધાયું હતું.