યુપી વિધાનસભા ચૂંટણીને લઈને નીતિન નવીનની જાહેરાત

Share this Article:

Last Updated on by Sampurna Samachar

યુપીમાં યોગી આદિત્યનાથ હશે ભાજપનો ચહેરો

નીતિન નવીને યોગી આદિત્યનાથના નામ પર મહોર મારતા ઉત્તર પ્રદેશમાં સત્તાની હેટ્રિક લગાવવાનો દાવો કર્યો છે

(સંપૂર્ણ સમાચાર સેવા)​

ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે ભાજપે અત્યારથી કમર કસી લીધી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને સ્પષ્ટ કરી દીધું છે કે, વર્ષ ૨૦૨૭ની ચૂંટણી કોના નેતૃત્વમાં લડવામાંઆવશે. એક ખાનગી ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં નીતિન નવીને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નામ પરમહોર મારતા ઉત્તર પ્રદેશમાં સત્તાની હેટ્રિક લગાવવાનો દાવો કર્યો છે.

ચૂંટણીમાં મુખ્યમંત્રીના ચહેરા અંગે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં નીતિન નવીને જણાવ્યું હતું કે, યોગીઆદિત્યનાથ હાલમાં મુખ્યમંત્રી છે અને તેમના નેતૃત્વમાં સરકાર ચાલી રહી છે. તેથી નિશ્ચિતપણે તેઓ અમારો ચહેરો હશે. સાથે તેમણે ઉત્તરાખંડ માટે પણ મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીના નામનો સંકેત આપ્યો હતો.

યોગીની સૌથી મોટી તાકાત

નીતિન નવીને યુપીના બદલાયેલા સ્વરૂપની ચર્ચા કરતાં કહ્યું કે, જે રાજ્ય પહેલા ગુનાખોરી અને ખંડણી માટેજાણીતું હતું, તે આજે તેની શ્રેષ્ઠ કાયદો અને વ્યવસ્થા તથા એક્સપ્રેસવે માટે ઓળખાય છે. તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન અન્ન યોજનાથી લઈને તમામ સરકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચી છે.

ઉત્તર પ્રદેશઆજે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રોથ અને મોટા રોકાણોમાં દેશના અગ્રણી રાજ્યોમાં સામેલ છે. મુખ્યમંત્રી યોગીની સૌથી મોટી તાકાત લો ઍન્ડ ઑર્ડર છે જે જમીન પર દેખાઈ રહી છે.

નોંધનીય છે કે, ૨૦૧૭માં ભાજપ જ્યારે સત્તામાં પરત ફરી ત્યારે કોઈ ચહેરો જાહેર કરવામાં આવ્યો હતો. ૨૦૨૨માં પણ ચહેરાને લઈને અનેક અટકળો હતી. જાેકે, વખતે ભાજપે ચૂંટણીના ઘણા સમય પહેલા યોગી આદિત્યનાથના નામની જાહેરાત કરીને તમામ વિવાદો પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. સમાજવાદી પાર્ટીએજ્યારે પશ્ચિમ યુપીથી મિશન૨૦૨૭ની શરૂઆત કરી છે, ત્યારે ભાજપનો દાવ વિપક્ષો માટે મોટો પડકારસાબિત થઈ શકે છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.