Last Updated on by Sampurna Samachar
FASTag ના નામે છેતરપિંડી, એન્યુઅલ પાસ લેતાં પહેલા સાવધાન
સાયબર સેન્ટરે નકલી વેબસાઇટ્સની ચોકસાઈ અંગે ચિંતા વ્યક્ત કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
નેશનલ હાઇવે ઑથોરિટી ઓફ ઇન્ડિયા એ ફાસ્ટેગ એન્યુઅલ પાસના નામે ચાલીરહેલા એક મોટા ફ્રોડ અંગે જાહેર જનતાને ચેતવણી આપી છે. આ કૌભાંડમાં ઠગ અસલી જેવી જ દેખાતીનકલી વેબસાઇટ્સ બનાવીને લોકોને છેતરી રહ્યા છે.

આ નકલી પોર્ટલ્સ ગૂગલ સર્ચમાં ટોપ પર દેખાય તે માટેપેઇડ ઍડ્વર્ટાઇઝમેન્ટ અને સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન જેવી યુક્તિઓનો ઉપયોગ કરવામાં આવે છે, જેનાકારણે સામાન્ય યુઝર્સ આસાનીથી છેતરાઈ જાય છે. ઑથોરિટીએ સ્પષ્ટ કર્યું છે કે નાણાકીય નુકસાનથીબચવા માટે માત્ર વેરિફાઇડ ચેનલ્સનો જ ઉપયોગ કરવો જોઈએ.
યુઝરને કોઈ સત્તાવાર કન્ફર્મેશન મળતું નથી
આ છેતરપિંડીની પદ્ધતિ વિશે વિગતવાર જણાવતાં ઑથોરિટીએ કહ્યું કે, જ્યારે યુઝર્સ આવી નકલીવેબસાઇટ્સ પર જાય છે, ત્યારે તેમની પાસેથી મોબાઇલ નંબર, વાહનનો રજિસ્ટ્રેશન નંબર અને પેમેન્ટની વિગતોજેવી સંવેદનશીલ માહિતી માંગવામાં આવે છે. પેમેન્ટ કર્યા પછી પૈસા સીધા સ્કેમર્સના ખાતામાં જાય છે, પરંતુ યુઝરને કોઈ સત્તાવાર કન્ફર્મેશન મળતું નથી.
ઘણીવાર યુઝર્સને નકલી રસીદ આપી દેવામાં આવે છે, જેનીહાઇવે પર કોઈ માન્યતા હોતી નથી. ગૃહ મંત્રાલયના ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટરે પણ આબાબતે ચિંતા વ્યક્ત કરી છે કે હવે અસલી અને નકલી વેબસાઇટ વચ્ચે તફાવત પારખવો મુશ્કેલ બની રહ્યોછે. આવા સાયબર ફ્રોડથી બચવા માટે NHAI એ કેટલીક મહત્ત્વની ઍડ્વાઇઝરી જારી કરી છે.
યુઝર્સનેસલાહ આપવામાં આવી છે કે ફાસ્ટેગ એન્યુઅલ પાસ જેવી સેવાઓ માટે હંમેશા સત્તાવાર એપનો જ ઉપયોગ કરવો. આ ઉપરાંત, ઓનલાઇન સર્ચ કરતી વખતે સ્પોન્સર્ડ લિંક કેઅજાણી જાહેરાતો પર ક્લિક કરવાનું ટાળવું જોઈએ. કોઈપણ ચૂકવણી કરતાં પહેલા વેબસાઇટનું URL બેવાર ચેક કરવું અને ક્યારેય પણ પોતાનો OTP, કાર્ડ ડિટેલ્સ કે લોગિન પાસવર્ડ કોઈની સાથે શેર ન કરવા. જો કોઈ વેબસાઇટ શંકાસ્પદ જણાય તો તરત જ તેને બંધ કરી દેવી હિતાવહ છે.