Last Updated on by Sampurna Samachar
ભાજપ નેતાને ટોળાએ દોડાવી–દોડાવીને માર્યા
કુમારગંજમાં ભાજપના ઉમેદવાર શુભેન્દુ સરકાર પર ટોળાએ હુમલો કર્યો, જીવ બચાવવા માટે ભાગવું પડ઼યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
પશ્ચિમ બંગાળમાં ગુરૂવારે પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું હતું, એવામાં અનેક ઠેકાણેથી હિંસા અનેમારામારીના સમાચાર સામે આવ્યા છે. મુર્શિદાબાદમાં TMC અને હુમાયું કબીરની વચ્ચે ઝપાઝપી થયાનો મામલો હજુ શાંત નથી થયો, ત્યાં હવે કુમારગંજમાં ભાજપના ઉમેદવાર પર હુમલાના સમાચાર સામે આવ્યા છે.

દક્ષિણ દિનાજપુર જિલ્લાના કુમાર ગંજમાં ભાજપના ઉમેદવાર શુભેન્દુ સરકાર પર ટોળાએ હુમલો કર્યો હતો. જેનાકારણે તેઓએ જીવ બચાવવા માટે ભાગવું પડ઼યું હતું.
પોલિંગ એજન્ટોને જબરદસ્તી હટાવી દેવામાં આવ્યા
આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં પોલીસનો એક જવાન ભાજપ ઉમેદવારને બચાવતા અનેઘટનાસ્થળેથી દૂર લઈ જતા દેખાય છે. જ્યારે પોલીસની હાજરીમાં જ કેટલાક લોકો ભાજપના ઉમેદવારને થપ્પડઅને મુક્કા મારતા દેખાય છે.
આ ઘટના વિશે કુમારગંજના ભાજપના ઉમેદવાર શુભેન્દુ સરકારનું કહેવું છે કે, “કુમારગંજ વિધાનસભા ક્ષેત્રમાં૮–૧૦ પોલિંગ સ્ટેશનો પરથી અમારા પોલિંગ એજન્ટોને જબરદસ્તી હટાવી દેવામાં આવ્યા હતા.
મેં વ્યક્તિગતરીતે દખલગીરી કરી અને કહ્યું કે અમારા પોલિંગ એજન્ટોને અંદર જવા દેવામાં આવે. જ્યાં હું ત્યાં પહોંચ્યો ત્યારે TMC કાર્યકર્તાઓએ મારા પર હુમલો કરી દીધો.” ભાજપ ઉમેદવાર શુભેન્દુ સરકારનો દાવો છે કે, TMC કાર્યકર્તાઓએ તેમના પર હુમલો કર્યો, જેનાથી તેઓને ઇજાઓ થઈ અને તેમની ગાડીમાં તોડફોડ કરવામાંઆવી. ચૂંટણી પંચે આ હુમલાખોરની તરત જ ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે. સાથે જ આ અંગે રિપોર્ટપણ માંગ્યો છે.