Last Updated on by Sampurna Samachar
કોર્ટે CBI ને પૂરા ૧૪ દિવસની કસ્ટડી સોંપી
મનીષા મંઢારે કોઈ સામાન્ય આરોપી નથી , CBI એ કહ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
NEET મહા-કૌભાંડની તપાસ કરી રહેલી CBI ના હાથે મોટી સફળતા આવી છે. પેપર-સેટિંગ કમિટીની ધરપકડ કરાયેલી સભ્ય મનીષા મંઢારેને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી, જ્યાં આરોપીઓની ચાલાકીને જોતા કોર્ટે CBI ને પૂરા ૧૪ દિવસની કસ્ટડી સોંપી દીધી છે. કોર્ટ રૂમની અંદર CBI એ જે દલીલો કરી, તેનાથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે આ પેપર લીક કેટલું ઊંડું અને સુઆયોજિત હતું.

CBI એ અદાલતને જણાવ્યું કે મનીષા મંઢારે કોઈ સામાન્ય આરોપી નથી. તે બોટની અને ઝૂઓલોજીના પ્રશ્નપત્રોના અનુવાદ કરવાની નિષ્ણાત હતી. આ જ કારણે તેની પહોંચ સીધી અસલી પ્રશ્નપત્રો સુધી હતી અને આ બાબતનો ફાયદો ઉઠાવીને તેણે આખી સિસ્ટમ ને છેતરી હતી.
કેન્દ્ર સરકારની NTA માં ચાર અધિકારીઓની નિમણૂકને મંજૂરી
મનીષા મંઢારે આખી રમતમાં એકલી નહોતી. તે પી.વી. કુલકર્ણી અને મનીષા વાઘમારે સાથે મળીને એક ઊંડા ષડયંત્ર હેઠળ કામ કરી રહી હતી. તપાસ એજન્સીએ ખુલાસો કર્યો છે કે મનીષા મંઢારેએ પોતાની પાસે રહેલું અસલી પ્રશ્નપત્ર શુભમ નામના અન્ય એક આરોપીને સોંપી દીધું હતું, જેણે તેને આગળ વહેંચ્યું હતું.
CBI એ કોર્ટ પાસે ૧૪ દિવસની લાંબી કસ્ટડી માંગતા કહ્યું કે, આ સમયે સમગ્ર દેશમાં એક સાથે દરોડા અને તપાસ ચાલી રહી છે. આ નેટવર્ક ઘણું મોટું હોવાથી, મનીષા મંઢારેને તપાસ અને પુરાવા એકત્ર કરવાના સિલસિલામાં દેશના અલગ-અલગ ભાગોમાં લઈ જવી ખૂબ જ જરૂરી છે.
નીટ પેપર લીક વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારે નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે NTA માં ચાર મોટા અધિકારીઓની નિમણૂકને મંજૂરી આપી દીધી છે. જેમાં ૨ સંયુક્ત સચિવ અને ૨ સંયુક્ત નિયામકનો સમાવેશ થાય છે. આ નિમણૂક DoPT એટલે કે પર્સનલ એન્ડ ટ્રેનિંગ ડિપાર્ટમેન્ટે કેબિનેટની નિમણૂક સમિતિની મંજૂરી બાદ કરી છે.
અનુજા બાપટ તેઓ ૧૯૯૮ બેચના ISS એટલે કે ભારતીય આંકડાકીય સેવાના અધિકારી છે. રૂચિતા વિજ તેઓ ૨૦૦૪ બેચના IRS એટલે કે ભારતીય મહેસૂલ સેવાના અધિકારી છે.