Last Updated on by Sampurna Samachar
PM મોદીને અપશબ્દ બોલનાર યુવતીની માતાએ માન્યો આભાર
નાના બાળકો માટે સોશિયલ મીડિયાની લત ખરાબ
(સંપૂર્ણ સમાચાર સેવા)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપશબ્દો બોલનારી વાયરલ યુવતીની માતાએ પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે PM મોદી દ્વારા માફ કરવાના ર્નિણયે તેમની પુત્રીને નવું જીવન આપ્યું છે. સમાચાર એજન્સી સાથે વાતચીતમાં જણાવ્યું કે તે હાથ જોડી PM મોદીનો આભાર માને છે, કારણ કે તેમણે બદલો લેવાની જગ્યાએ માફીનો માર્ગ પસંદ કર્યો.

તેમણે કહ્યું કે PM મોદીએ એક એવા બાળકને માફ કરી પોતાની મહાનતા દેખાડી છે, જેણે તેમની વિરુદ્ધ ખરાબ અને અશ્લીલ શબ્દનો ઉપયોગ કર્યો હતો. તેમણે કહ્યું કે આજે બાળકીનો જન્મદિવસ છે અને તેમણે તેમની દીકરીને સૌથી મોટી ભેટ આપી છે, જે જીવનદાન સમાન છે.
બાળકો માટે ઈન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ બંધ કરવા જોઈએ
માતાએ કહ્યું કે તેની દીકરીનો એક રીતે નવો જન્મ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમના માતા વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરનારી યુવતીની માતાએ પ્રધાનમંત્રીનો આભાર માનતા ભાવુક અપીલ કરી છે. તેમણે કહ્યું કે મોદીજીએ તેમની દીકરીને માફ કરતા ખુબ મોટું કામ કર્યું છે અને હવે તેમની એક વિનંતી છે કે તેઓ તેમની બાળકીને દત્તક લઈ લે. તેમણે કહ્યું કે આજે તેમની દીકરીને નવું જીવન મળ્યું છે.
માતાનું કહેવું છે કે પ્રધાનમંત્રીએ જે રીતે ર્નિણય કર્યો, તેનાથી તેમની દીકરીનું ભવિષ્ય બચી ગયું. તેમણે કહ્યું કે તે આ ઉપકારને ક્યારેય ન ભૂલી શકે અને તે માટે હંમેશા પ્રધાનમંત્રીની આભારી રહીશ. વાતચીત દરમિયાન યુવતીની માતાએ બાળકોના સોશિયલ મીડિયાના ઉપયોગ પર પણ ચિંતા વ્યક્ત કરી છે.
તેમણે કહ્યું કે બાળકો માટે ઈન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ બંધ કરવા જોઈએ કારણ કે નાની ઉંમરના બાળકો સરળતાથી ખોટી સંગત અને ખોટા વિચારોના પ્રભાવમાં આવી જાય છે. તેમણે માંગ કરી કે બાળકો માટે ઈન્સ્ટાગ્રામ પર પ્રતિબંધ લગાવી દેવો જોઈએ જેથી આ પ્રકારની ઘટનાઓથી દૂર રહી શકે.