Last Updated on by Sampurna Samachar
રાજુલાના ભાક્ષી ગામે પ્રેમ સંબંધમાં ખૂની ખેલ ખેલાયો
અંદાજે એકાદ વર્ષ પહેલા દિનેશ આ યુવતીને ભગાડી ગયો હતો જે વાતનો ખાર રાખીને યુવતીના પરિવારજનો તેની શોધમાં હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ભાક્ષી ગામે પ્રેમ સંબંધના મામલે કરુણ અંજામ આવ્યો છે. પોતાની જકુટુંબી ભત્રીજીને ભગાડી જનાર યુવક પર જૂની અદાવત રાખીને જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાંગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

મૃતક દિનેશ સોલંકીને પોતાના જ કુટુંબની એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. અંદાજે એકાદ વર્ષ પહેલા દિનેશઆ યુવતીને ભગાડી ગયો હતો. જે વાતનો ખાર રાખીને યુવતીના પરિવારજનો તેની શોધમાં હતા. જાે કે એકદિવસ આ યુવક અંગેની ભાળ મળતા યુવતીનાં પરિવારના લોકોએ તેના પર હુમલાનું ષડયંત્ર રચ્યું હતું.
ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું
ઘટનાની વિગતો મુજબ, ચારેક દિવસ પહેલા દિનેશ સોલંકી ભાક્ષી ગામે પોતાના ખેતરમાં સૂતો હતો. તે સમયેઅચાનક ત્રણ શખસો ત્યાં ધસી આવ્યા હતા અને સૂતેલા દિનેશ પર હિંસક હુમલો કર્યો હતો. હુમલાખોરોએ પટ્ટા અને દોરી વડે દિનેશને અસહ્ય માર માર્યો હતો. હુમલામાં ગંભીર ઈજાઓ થતાં દિનેશને તાત્કાલિક અમરેલીખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન દિનેશ સોલંકીનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું.
યુવકના મોત બાદ આ કેસ હવે હત્યામાં પલટાયો છે. રાજુલા પોલીસે આ મામલે ત્રણ શખસો સામે હત્યાનોગુનો નોંધીને તેમને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. પ્રેમ સંબંધમાં પરિવારની આબરૂ જતી હોવાનારોષમાં થયેલી આ હત્યાએ પંથકમાં ચકચાર મચાવી દીધી છે. હાલ તો સમગ્ર મામલે પોલીસ તપાસ ચલાવીરહી છે.