Last Updated on by Sampurna Samachar
જરૂરિયાતમંદ પરિવારોને મહત્વપૂર્ણ ખાદ્ય સબસિડી મળી
રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાએ માહિતી આપી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારત સરકારની મહત્વપૂર્ણ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PM – GKAY ) દ્વારા છેલ્લા ચાર વર્ષમાં ગુજરાતના લગભગ ૧૪ કરોડ લોકો લાભાન્વિત થયા છે. આ યોજના હેઠળ ગુજરાતને ૨૦૨૧-૨૨ થી ૨૦૨૪-૨૫ દરમિયાન રૂ. ૧૩૨૯ કરોડની ફૂડ સબસિડી આપવામાં આવી છે. કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્યાન્ન અને જાહેર વિતરણ રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયા દ્વારા ૨૫ માર્ચ ૨૦૨૫ના રોજ રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણીના પ્રશ્નનો જવાબ આપતા આ માહિતી રજૂ કરવામાં આવી.
કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્યાન્ન અને જાહેર વિતરણ રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં PM – GKAY અંતર્ગત ૨૦૨૧-૨૨માં ૩.૪૫ કરોડ, ૨૦૨૨-૨૩માં ૩.૪૪ કરોડ, ૨૦૨૩-૨૪માં ૩.૫૨ કરોડ અને ૨૦૨૪-૨૫ના વર્ષમાં ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૫ સુધીમાં ૩.૬૮ કરોડ લાભાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, રાષ્ટ્રીય ખાદ્ય નિગમ (FCI ) અને અન્ય સંસ્થાઓ દ્વારા ખાદ્ય પ્રદાન અને આ વિતરણના ખર્ચ માટે રાજ્યને રૂ. ૬૯૪ કરોડની સહાય પણ આપવામાં આવી છે.
ગુજરાતને રૂ. ૯,૬૯,૬૧૪.૦૯ કરોડનું ભંડોળ મળ્યું
PM – GKAY હેઠળ, ગુજરાત માટે કેન્દ્ર સરકારે કુલ રૂ. ૯,૬૯,૬૧૪.૦૯ કરોડનું ભંડોળ ફાળવ્યું છે. કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્યાન્ન અને જાહેર વિતરણ રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાએ જણાવ્યું હતું કે, FCI દ્વારા ૮૧.૩૫ કરોડ લોકોને મફત અનાજ પુરુ પાડવામાં આવે છે અને આ યોજના હેઠળ ૮૦.૫૬ કરોડ લાભાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત, કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્યાન્ન અને જાહેર વિતરણ રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાએ સ્પષ્ટ કર્યો કે, નાણા મંત્રાલય સમગ્ર ભંડોળ ફાળવે છે, જ્યારે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને ખાદ્ય સબસિડી અને વિતરણ માટે કેન્દ્રીય સહાય આપવામાં આવે છે. PM – GKAY ના અમલથી, ગુજરાતમાં ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને મહત્વપૂર્ણ ખાદ્ય સબસિડી મળી રહી છે, જે તેમના જીવનના ગુણવત્તાને સુધારવા માટે મોટું પગથિયું સાબિત થઈ રહી છે.